________________
૭૩
મારવા માટે અહીં આ ગામના જ ઉપવનમાં આવ્યો, ત્યાં તો હે મા શ્રદ્ધાળુ ! તમોએ મને મારીને પાછા અનિર્વચનીય અત્યુત્તમ ધર્મમય બંધ કર્યો ? કડવા અને તીખા એવાં ઔષધે પાઈને વૈદ્ય જેમ રેગીને રોગ મટાડે છે, તેમ તમે પણ મારે અજ્ઞાનરૂપ રેગ મટાડે. હવે હુ નિર્મલ એવા સયમને પાળીશ ! અને આ મારું જે રાજ્ય છે, તેને તમે અંગીકાર કરે. જેણે કરી હું પણ મારુ ઇચ્છિત સાધન કરું ? તેમ કહે છે, તેવામાં તેજ સુવેગ વિદ્યાધરાધિપના ઘણાએક વિદ્યાધર આવ્યા. અને શશિવેગ રાજા પણ સૈન્ય સહિત ત્યાં આવ્યું, તે વખત પ્રશમરસના કલેલે આક્ષિપ્ત ચિત્તવાળા સુગ વિદ્યારે કહ્યું કે હે રાજન્ ! આ મારૂ રાજ્ય તમે ગ્રડણ કરે. અને તેની ના કહી મને ધર્મકરણીમાં કઈ પણ વિન કરશે નહિં. તે સાંભળી શશિવેગ રાજાએ ઉક્ત રત્નશિખ રાજાને કહ્યું કે, હે સાહસિક શિરેમણે કુલપરંપરાથી પ્રાપ્ત થયેલા રાજ્યને હાલ ભેગો. પછી જ્યારે વય પરિપકવતા થાય, ત્યારે સંયમધર્મને વિષે પ્રયત્ન કરજે. કારણ કે આ ઈન્દ્રિયગ્રામ છે, તે દુર્જાય છે, તથા પરિસહ જે છે, તે પણ અતિદુ સહ છે, અને મન જે છે તે પવનથી ઉડતી દવજાના અગ્રભાગ જેવુ ચંચલ છે, તે કદાપિ પણ સ્થિર રહે તેવું નથી. અને પ્રથમ ચારિત્રવત લઈને પાછે તેનો ત્યાગ કરવો, તે મહાઅનર્થ બાધ છે? એ પ્રકારે સુવેગ વિદ્યાધરને શશિવેગે તથા રતનશિએ સમજાવ્યું, તે પણુ વૈરાગ્યસૂર એવા તે સુવેગ રાજાએ મનહર એવા ચારિત્રને અંગીકાર કર્યું. પછી શશિવેગ અને રશિખ એ બન્ને જણ તે સુગ્રીવપુરથી અનુક્રમે સુવેગ વિદ્યાધરના વૈતાઢય પર્વત પર રહેલા ચકપુરનગર પ્રત્યે આવ્યા. ત્યા રત્નશિખ રાજા વિદ્યાધરની શ્રેણીને સ્વામી થયો.
હવે શશિવેગ રાજાને ભાઈ સુરગ વિદ્યાધર પિતાના મામા જે સુવેગ વિદ્યાધર તેનું સર્વ વૃત્તાત જાણી પિતાના મોટાભાઈ શશિવેગે ઘણે સમજાવ્યું, તો પણ તીવ્રવૈરાગ્યને વશ થઈને પિતાના મામા સુવેગ વિદ્યાધર પાસેથી મુક્તિમાર્ગપ ચારિત્રને અંગીકાર કર્યું. પછી સંપૂર્ણ પિતાના આત્માને કૃતાર્થ માનનાર અને સુખ સમુદ્રને ભેગવનાર, સમ્યકત્વવાન એ તે રત્નશિખ રાજા સર્વત્ર જિનચૈત્યેનું વંદન કરે છે, અને સર્વ સાધુઓને નમન કરે છે સાધર્મિકભાઈઓને સ તેષ પમાડે છે, દીનજનોને ઉદ્ધાર કરે છે, પિતાના સંતાનની પેઠે પ્રજાનું પાલન કરે છે જિનપ્રતિમાસ્થાપનમાં, જિનમંદિર કરાવવામાં, સ્નાત્ર પૂજામાં, દિનાર્ચનવિધિમા, ચતુર્વિધસંઘપૂજાદિકમાં,શાસ્ત્રલેખનમાં, તીર્થ ય ત્રાદિકમાં, ઘણું ધન ખરચીને સમ્યકત્વને નિર્મલ કરે છે. એમ અનેક લાખ વર્ષો સુધી ઉત્તમ ક્રિયાઓ કરતાં કરતાં સમયને, રત્નશિખરાજાએ નિર્ગમન ક્ય,
હવે એકદિવસ, સાંકેતપુરના ઉદ્યાનને વિષે સુયશનામ તીર્થકર સમસર્યા, તે વાત રત્નશિખ રાજાએ જાણ, મહાટા આડંબરે ત્યાં જઈ, તે તીર્થકરને યથાયોગ્ય પ્રણામ કરીને હર્ષથી તેમની સ્તુતિ કરવા લાગે તીર્થકર ભગવાનની સ્તુતિ કરીને ભક્તિથી નિર્ભર