________________
કહેવા લાગ્યા કે, એવા પશુપાલ પણ બુધિવંત હતા કે જેણે બુદ્ધિએ કરી વિવાદ ટાળે. એ વાત સાંભળી પદ્ધરાજા ચમત્કાર પામી ચિંતવવા લાગે છે, તે બુદ્ધિવંતે પારકા નગરમાં દૂરથી નિપજયું તે પણ ઉત્પાતિકી બુદ્ધિયે જાણ્યું. અને તેને કે અર્થ કીધો? તે શાસ્ત્રને સમજનારી એવી તે મારી પ્રિયાને કામશાસ્ત્રમાં કૌશલતા સંભવતી નથી? માટે હું મદબુદ્ધિ, અનાર્ય, નિર્ભાગ્ય એ છુ. હુ તે સ્ત્રીરત્નને અગ્ય છું. મેં નિરપરાધીને તેવું દુખ દીધું. એમ મનને શોક કર્યો, અને દીનવદન થઈ મંત્રીને કહ્યું, હે મંત્રી ! પાપી એવા અપુણીયે મેં જે મહાપાપ કીધું. તે કન્યા પિતાને ઘેર સુખેથી રહી હતી! હા હા ! તેને મેં અનર્થ પમાડી દુખી કરી. માટે હવે હું પ્રાણ ધરવાને સમર્થ નથી. તેથી તમે ચિતા ખડકો, તેમાં હું બચીને પવિત્ર થાઉ ત્યારે પ્રધાને, રાજાને અત્ય ત દુઃખી તથા મરણાભિમુખી જાણીને તે મંત્રી રાજાને એકાતે કહેવા લાગ્યું કે, હે રાજ! તમે સાંભળે. જે ભલા સેવક હોય તે સ્વામીનું ડિતાહિત જાણે હે સ્વામી! જે કામ કરીએ તે વિચારીને કરીયે તે ફલ પામી, પણ સહસા અવિચાર્યું કરે તે અશાતા પામે. તે કાર્યને વિચાર કરી કામ કરવાની જેને ટેવ છે, તે પુરુષને સંપત્તિ પિતે આવી વરે છે. હે નાથ ! મે તમારી આજ્ઞાપણ કરી અને તે સ્ત્રીને પણ જીવતી
એકાતમા રાખી છે. હવે જેમ તમારી આજ્ઞા હોય તેમ કરીશુ. એવું સાભળી રાજા આનંદ પામી પ્રધાનને કહે છે, હે મિત્ર ! તે સ્ત્રીને જીવતી રાખીએ મને જીવિતદાન આપ્યું પછી રાજાએ પ્રભાતે તે નિર્દોષ સ્ત્રીને ઘેર તેડી અપરાધ ખમા. અને તે દિવસથી રાજાને રાણું ઉપર પ્રેમ વૃદ્ધિ પામે. એ પ્રમાણે પદ્યરાજાની કથા સાધુ મહારાજે શંખરાજાને કહી
માટે હે રાજેદ્ર' પૂર્વે જડબુદ્ધિ એવા તે પદ્યરાજાએ અવિચાર્યું કામ કર્યું તેમ તું પણ અવિચાર્યું કામ કરી અબલા સતીને દુ ખ આપીને હવે પશ્ચાત્તાપ કરે છે. પણ ધર્મ સમજતું હોય તે તે પરજીવને ઘાત ન કરે. તેમ આત્મઘાત પણ ન કરે, જે માટે આત્મઘાત સમાન બીજું કઈ પાપ નથી તે કુબુદ્ધિ પ્રાણું દુષ્કર કર્મ કરે, તે તેના દેવ ટાલવાને માટે આત્મઘાત કરે છે. પણ સર્વ દુઃખથી છેડાવે એ સુગમ ધર્મ શ્રીવીતરાગ દેવને શા માટે કરતું નથી, નિરતર સુખ આપે છે. સંસારમાં સંત પુરુષને ધર્મ વિના બીજું કંઈ શરણભૂત નથી. તે સાભળી શખ રાજા મુનિને કહે છે. સ્વામી!
ખની દાવાનિથી જે બં, તેને હવે ધર્મની કથાથી શું હોય? તો અંતસમય ચોગ્ય જે ધર્મશંબલ હોય તે મને આપે. ત્યારે ફરી મુનિ કહે છે, હે રાજન ! તું દુઃખને ખભે મરણ ઈચ્છે છે, પણ એવા અજ્ઞાન મરણથી મૃત્યુ પામવાથી આગલ વિશેષ દુખ પામીશ. . કે જે પાપથી દુઃખે ઉપજે અને પાપ છ હિ સાથી ઉપજે છે. તે પર પ્રાણીના ઘાત કરતા આત્મઘાતનું પાપ વિશેષ છે. પુણ્યથી તે પાપને ક્ષય થાય, અને બન્નેને ક્ષય છે ત્યારે જન્મજરા મરણના દુખેને ક્ષય થાય. તે માટે હે રાજન્ ! તું હવે સર્વ