________________
૨૪૪
તે જે ચાલતો ચાલતો ઉભું રહે, અને પછી કઈ જાણીતા માણસને પૂછે, તે તે પાછા ખરા માર્ગને પ્રાપ્ત થાય? પર તુ પિતે માર્ગને અજ્ઞાત છતા હું માર્ગ જાણું છું, એમ જાણી એમને એમ જે ચાલ્યા જ જાય, તે તે દુખી જ થાય ? માટે હાલ તે બને રાજા પાસે માફી - માગવી, તે જ ઉચિત છે ? આ પ્રમાણે પશ્ચાતાપ કરીને પોતાના સુંદર નામે મંત્રીને જયરાજા તથા માનતુંગરાજા પાસે મોકલ્યો તે ત્યાં આવીને વિનંતિ કરી કહેવા લાગ્યું હે મહારાજ ! મારા સ્વામી રાજશેખર રાજાએ વિન તિ કરી કરાવ્યું છે કે મેં મૂઢબુદ્ધિથી આપના કુસુમાયુધ પુત્ર પર જે રણસમારંભ કર્યો છે, તે આપને મેં માટે અપરાધ કર્યો છે, તેથી તે અપરાધને આપ ક્ષમા કરજે. આજ દિવસ પછી હવે હું રાજશેખર રાજા આપની સામે લડવા આવીશ નહીં? અને તેવી કઈ પણ કાલે આપે શંકા કરવી નહિ. તે સાંભળી રાજા બોલ્યા, કે હે મંત્રિન્ ! તમારા સ્વામી રાજશેખરને તો એમજ કહેવું ઘટે છે, કારણ કે સમજુ માણસથી કદાચિત્ દુષ્કૃત થઈ જાય છે, તે પણ તે પાછો તેને પશ્ચાત્તાપ પરાયણ થઈ જાય છે ? આવા વચન કડી તે સુંદર મત્રીનો વસ્ત્રાભરણ સામગ્રીથી ' સારી રીતે સત્કાર કર્યો અને તે મંત્રીને રાજશેખર રાજાને તેડવા માટે મેકલ્યો. તેથી તે રાજશેખર રાજા પણ ત્યાં આવ્યું. પછી તે ત્રણે રાજાઓ એક ઉચી અને મને હર ભૂમિ હતી, ત્યા મલ્યાં. અને અતિ સ્નેહથી નિર્ભર મનવાળા થયા. અને તે ત્રણે રાજાના પાલા, હાથી, ઘડા એકત્રજ રહેવા લાગ્યા તે પણ તે એક બીજાને કોઈ પણ મનમાં જુદાઈ રહી નહિં અને તેઓને અત્યંત પ્રતિદિન સ્નેહ વધતો જ ગયે. હવે જે ઉચી ભૂમિમાં તે મલ્યા હતા, ત્યાં નગર વસ્યું, તેથી તે નગરનું રાજસંગમ એવુ નામ પડયું, તે પછી રાજશેખર રાજાએ અત્યંત સંતુષ્ટ થઈને તે કુસુમાયુધ કુમારને પિતાની બત્રીસ કન્યાઓ પરણવી.
એક દિવસ સૌમ્યતાથી ચંદ્રમા સમાન, સુતપના તેજથી સૂર્યસમાન, ગાંભીર્યથી સાગરતુલ્ય, માનરહિત, કેવલજ્ઞાની એવા કેઈએક ગુણસાગર સૂરીન્દ્રનામે મુનીશ્વર, તે નગરના ઉદ્યાનમાં સમવસર્યા અને સેવાપર એવા દેએ કરેલા સુવર્ણ પંકજને વિષે બિરાજમાન થયા, ત્યારે વનપાલકે આવી તે ત્રણે રાજાઓને વધામણું આપી, કે હે મહારાજાઓ ? સહસામ્રવનને વિષે સુર, અસુર, નર, તેના નિકરોથી જેમના ચરણારવિંદ સેવ્યા છે એવા ગુણસાગર સૂરી નામે કેવલી મેસર્યા છે. તે સાભળી તે વનપાલકને અતુલ દાન દઈને ભક્તિના ભારથી ભરાઈ ગયું છે અંત કરણ જેનું એવા તે ત્રણે ભૂપાલ, તે કેવળીની પાસે આવ્યા. અને તેમનું યથાવિધિ નમન કરી, ધર્મશ્રવણમાં તત્પર થઈ, યેગ્યસ્થાન પર બેઠા ત્યારે જગતના હિત કરવામાં તત્પર એવા તે મુનીશ્વરે, મંથન કરેલા મહાસમુદ્રની ગજના સમાન ગ ભરવાથી દેશના દેવાને પ્રાર ભ કર્યો તે જેમ કે –જે ભવ્યલકે જે તમે સંસારથકી ભય પામતા હો, તે જવના પરપોટા સરખા જીવિતવાળા મનુષ્ય દેહને પામીને તે મનુષ્ય દેહથી પિતાનું જેમ ડિત થાય, તેમ