________________
ઈચ્છા ન કરતે હે તે હાલ તે જે દુર્ભાષિવચન કહ્યા છે, તેની તું ગુરુ પાસે જઈ આલોચન લે આ પ્રકારે જિનપ્રિય શ્રાવકે તેને ઘણું હેતુવાદે કહી નિરુત્તર કર્યો. તેથી તે મેહન કાંઈ પણ બે નહિ, તેમ દુર્ભાષિતનુ દુષ્કૃત પણ આલેચ્યું નહિં. ત્યારે તે જિનપ્રિય શ્રાવકે જાણ્યું જે અહો ! આ તે ખરે ખરો ધર્મધ્વજજ છે, અર્થાત્ આ કાંઈ ખરે શ્રાવક નથી. એમ જાણે રાજાની જેમ પોતે પણ તેની સાથે કામ વિના બેલવાને વ્યવહાર છેડી દીધું. પછી તે જિનપ્રિય શ્રાવક વીરાગદ રાજાને કહેવા લાગ્યું, કે હે રાજન્ ! તમે આ પ્રમાણે સંયમ લેવાને ઈચ્છા કરે છે, તેથી તેમને ધન્ય છે, કારણ કે સંયમ સિવાય જીવને મોક્ષ થતું નથી. અને તમારા જેવા ચારિત્ર ગ્રહણ કરનારાના મનોરથને જે પુરુષ ભાગે છે, તે પુરુષનુ કઈ દિવસ કલ્યાણ થતું નથી વળી હે રાજન ! દેવ અને ગુરુ, તેના ચરણારવિદના પ્રતાપથી તમારા ધારેલા સર્વ મનોરથ સફલ છે. અને હે દેવ ! સંયમની ઈચ્છા છે, માટે સમને ઝડણ કરે, હું પણ તમેને સંયમ ગ્રહણ કરવામાં યથા શક્તિ સહાયક થઈશ તે વિશે ! જે તમે ગુરુની વાટ જોતા હે, તો ગત દિવસે જ શાંત, દાંત એવા જયકાત નામે મુનીશ્વર તમારા ઉદ્યાનને વિષે જ સમોસર્યા છે, માટે હે સ્વામિન્ ! તેની પાસે જઈ તે શીધ્ર માર્ગ સાધી લે. આ પ્રકારનાં જિનપ્રિય શ્રાવકના વાક્ય સાભળી તે વીરાંગદ રાજા અત્યંત હર્ષાયમાન થઈ, તરત તે ગુરુની પાસે જઈ તેમને નમન કરી રોગ્ય સ્થાન પર બેઠે ત્યારે ગુરુએ દેશના મધુરવનીથી દેશના આપી. પૂજ્ય મુનિવરની સંસારની અસારતા સાભળીને પરમાર્થનું ચિતવન કરી જીવિતની પણ અનિયતા જાણીને તે વીરાંગદ રાજા માક્ષસાધનમા ઉત્સુક થયે તેથી તેણે શુભ દિવસને વિષે પિતાના પુત્ર વીરસેનકુમારને રાજ્ય ગાદી આપી. અને જિનપ્રિય શ્રાવક, તેની સ્ત્રી, મંત્રી, સામંત, શ્રેષ્ઠી પ્રમુખની સાથે તે શ્રી જયકાત મુનીશ્વરની જ પાસે દીક્ષા લીધી. પછી કેમે કરી તે મુનિ અગ્યાર અ ગો ભણ્યા. દશ પ્રકારે તથા અનેક પ્રકારે મુનિઓનું વૈશ્યાવૃત્ય કરવા લાગ્યા, અને તે વૈશ્યાવૃત્ય કરી તે મુનિએ પુણ્ય સામગ્રી ઉપાર્જન કરી પછી છ અદ્રમાદિક એવાં ઉષ્પષ્ટ તપથી સર્વકર્મોને ખપાવી અનશન વ્રત અગીકાર કરી, સમાધિમરણે કાલ કરીને તે વીરાંગદ રાજા શુક્રકલ્પન ઈન્દ્ર થશે અને તેની સાથે જે જિનપ્રિય શ્રાવક હો, તે પણ શુકદેવલોકને વિષે મહદ્ધિક સામાયિક દેવતા થયે
- હવે તે મેહન જે હતો તે પ્રથમથી મિથ્યાત્વી તો હતો જ પરંતુ જ્યારે જિનપ્રિય શ્રાવકી તિરસ્કારને પ્રાપ્ત થશે ત્યારથી તો તે સાધુને દોડી થો. અને મનમાં અત્યંત મિથ્યાવને ધરતે થકે પૌષધના અને આવશ્યકના મિષથી સાધુના ઉપાશ્રયમાં જવા લાગ્યું
ત્યાં તે ઉપાશ્યમાં રહેલા સાધુના દે ગષવા લાગે. એટલે તે લોટ ચાલવાની ચાળણી જેવા ગુણવાળો થયે જેમ ચાળણી છે, તે ચાલને ગ્રહણ કરે, અને ઉત્તમ સારભૂત એવા લોટનો ત્યાગ કરે. તેમ આ એડન પણ અધુના દેને ગ્રહણ ફરે છે, અને તેમના જે ગુણે છે, તેમને ત્યાગ કરે છે. વળી તે મેડન સાધુના દેશોને ગવેલી