________________
૨૦૫ બે વિદ્યારે આકાશમાર્ગથી જતા હતા. ત્યાંથી તે વિદ્યારે તે બે ભાઈઓ રાધાવેધના વિદમા રાખા નામની પૂતળીની ચક્ષુને બાણથી વિંધતાઓ જોયા. તેથી તેઓનુ એક
સ્થાનમાં દૃષ્ટિનિ વેશાદિક વિજ્ઞાન જોઈને અત્યંત હર્ષાયમાન થઈ તે બે ભાઈ પર આકાશમાથી પુષ્યની વૃષ્ટિ કરી અને પછી તે પિતાના ઘેર ગયા. આ પ્રમાણે તે કુમારની ઉપર થયેલી પુનીવૃષ્ટિ જોઈને તેની સાથે રહેલા તેના મિત્ર પ્રમુખ સર્વ વિસ્મય પામી ગયા. અને તેની સર્વત્ર એવી વાત પ્રસરી કે આ કનકધ્વજનું તથા તેના ભાઈ જયસુ દરનું તે આકાશચારી દેવતાઓએ પૂજન કર્યું ! તેવી વાત તે કુમારના પિતા સુમંગલ રાજા એ સાભળી અત્યંત આન દ પામ્યો, એક દિવસ રાજા સભામાં બેઠેલે છે, તેવામાં ઉત્તર દિશામાં ગંભીર એ ને શબ્દ થવા લાગે, તે સાભળીને ત્યાં બેઠેલા માણસે તથા તે રાજા સર્વ વિસ્મય પામી ગયા, અને ત્યાં બેઠેલા સર્વ સુભટો તે ક્ષેભ પામી ગયા. પછી સહકઈ વિચારવા લાગ્યા કે અરે ! આને શ? કેઈ પરચકને રાજા આપણું રાજ લેવા તે આવ્યા નહિ હોય ? આવી રીતે જ્યા તે સર્વે વિચાર કરે છે, ત્યાં તો પિતાની ઉપરના આકાશમાં સૂર્યનિ થવા લાગ્યો, તે તે સાભળી સહકેઈ ઉચું જોવા લાગ્યા. ત્યાં તે તે માર્ગથી તેજ ઠેકાણે મનોહરપવાલા એવા કેઈ બે વિદ્યાધરના પુત્રો ઉતરી નીચે આવ્યા. તેને જોઈને ખુશી થયેલા રાજાએ તેઓને માનપુર સર ઉત્તમ આસન પર બેસાડ્યા ત્યારે સ્વસ્થ થઈને તે બે વિદ્યાધરકુમાર રજાને વિન તિ કરી કહેવા લાગ્યા કે, હે રાજન ! ઉત્તર દિશામાં સર્વપર્વતને પતિ એ એક વૈતાઢયના પર્વત છે, તેમની ઉત્તર અને દક્ષિણ એવી બે શ્રેણિઓ છે હવે ઘણું ગ્રામ નગર, આરામ, તેણે સુશોભિત એવી તે બે શ્રેણિને વિષે વિદ્યાધર એવા સુરવેગ અને શૂરવેગ નામે બે ભાઈઓ રહે છે. તે એકેક ભાઈને ગુણથી તથા સ્વરુપથી ઉત્તમ, એવી સે સે કન્યાઓ છે. એક દિવસ તે સુરવેગ અને શૂરવેગ વિદ્યાધર કઈ એક કામને માટે આ તમારા ગામ પાસેથી આકાશમાર્ગે વિમાનમાં બેસી ચાલ્યા જતા હતા. તેવામાં તેઓએ આ તમારા અને કુમારને પિતાની નીચે રાધાવેધની વિદ્યા સાધતા જોયા તે જોઈ અત્યંત પ્રસન્ન થઈ તેની પર પુપની વૃષ્ટિ કરીને તે ચાલ્યા ગયા. અને ત્યાર પછી તેઓએ ઘેર આવી વિદ્યાધરની સભાને વિષે આ તમારા કુમારોની ઘણજ પ્રશંસા કરી તે પ્રશસાને તે બન્ને વિદ્યાધરની બસે કન્યાઓએ સાંભળી, અને વળી તે કન્યાઓને પ્રથમ કેઈક નૈમિત્તિકે કહ્યું પણ હતું કે જે પુરુ, રાધાવેધના જાણ હશે, તે તમારૂ સર્વેનુ પાણિગ્રણમાં કરશે તે નૈિમિત્તિકની વાણીને પણ સંભારીને તે કન્યાઓ તમારા બે પુત્રોની સાથે જ પરણવાનો નિશ્ચય કર્યો છે. હવે આ પ્રકારનો પિતાની સર્વકન્યાઓને વિચાર સાભળી તે બસ કન્યાઓના લગ્ન સ બ ધી દિવસ જેવરાવ્યું. પછી તેજ લગ્નમાં તે કન્યાઓને આપના પુત્રો સાથે પરણાવવા માટે તે કન્યાઓને તથા તેના લગ્નના ઉપસ્કરને લઈને તે વિદ્યાધર આ ગામની બહાર આવેલા છે. અને પ્રથમ અને