________________
શ્નાન કરવાથી મોટું પુણ્ય થાય છે, એમ કહે છે. તેમજ વળી કોઈ એક હિંસક તે ત્રિપુરા, તેતલા, ભવાની, વ્યાઘેશ્વરી પ્રમુખ ઉગ્ર દેવીઓના મંત્ર જપથી તથા યજુર્વેદાદિકના મંત્રજપથીજ પુણ્ય થાય છે એમ કહે છે. કેટલાક અતિમંદજને તે તેજ મંત્રોથી તલ વગેરેને અગ્નિમાં હોમ કરવાથી પાપપશમન થાય છે, એમ કહે છે. કેઈક જબુદ્ધિજનો તે રસ્તામાં વૃક્ષ વાવવાથીજ ધર્મ થાય છે, એમ કહે છે. કેટલાક અન્નાની જ કેવલ આત્માના શું ધ્યાનથી જ ધર્મ થાય પાપને પ્રલય થાય છે, એમ કહે છે. કેઈએક દુષ્ટદિલવાળા જ પિતાનું જ પૂજન કરવાથી ધર્મ થાય છે, તેમ કહે છે, તેથી તે જીવને એક ક્ષણવાર પણ દુખ દેવું નહિ અને જે સુખ ભોગવવાની પોતાને ઈચ્છા થાય તે તે સુખને ભેગવી પિતાની ઈચ્છા પૂર્ણ કરવી તેજ ધર્મ છે એમ કહે છે. માટે તે પૂર્વોક્ત મિથ્યાત્વી છ તીર્થંકરપ્રણીત શુદ્ધ ધર્મને વિષે કેમ પ્રયત્ન કરે? કારણ કે તે જનો પિતાને જેને સુખ પડે, તેને જ ધર્મ કહેનાર છે. હવે પૂર્વોક્ત સર્વ જે મિથ્યાત્વ છે, તે સર્વ દુખને દેવાવાળું વૈરી સમાન ઉત્કૃષ્ટ હલાહલ વિષ સમાન છે, એમ જાણવું. તે માટે તે મિથ્યાત્વને તમારે ત્યાગ કર. મનુષ્યને વિષ, ગ, અગ્નિ અને ૩િ, તેને સમૂહથી પણ મિથ્યાત્વ જે છે, તે અત્યંત દુખદાયક છે. કેમ કે? તે વિષાદિક તે મનુષ્યને આ જન્મને વિષેજ નાશનાં કરનારાં છે. પરંતુ મિથ્યાત્વ જે છે, તે તે અનંત જન્મ મરણાદિક દુઃખને આપનારું છે
આ પ્રકારના કેવલીનાં વચન સાંભળતાં જ સુરપતિ રાજાને મિથ્યાત્વ મોહની કર્મને ક્ષય થઈ ગયો. તેથી તે શુદ્ધ સમ્યકતવને પામ્યો. પછી અનુક્રમે તેને ચારિત્ર પરિણામ ઉત્પન્ન થવાથી તે કેવળી ભગવાનને નમસ્કાર કરી કહેવા લાગ્યું કે ભગવન્! જેમ હાલ આપે મને મિથ્યાત્વ રુપ ખાડામાંથી ડૂબતે રાખે, તેમજ હવે દીક્ષારુપ પર્વત પર પણ ચઢાવવા અનુગ્રેડ કરે. ભાવયુક્ત તેનાં વચન સાંભળીને તે સુર પતિ રાજાને તુરત દીક્ષા આપી. પછી તે સુરપતિસાધુ વિશુદ્ધચારિત્રને પાળતે થકો શુદ્ધધ્યાને લપકશ્રેણિ પર ચઢી કેવળજ્ઞાન અને દર્શનને ઉત્પન્ન કરી ઘણે કાળ પૃથિવી પર વિહાર કરી ભવેપગ્રાહિ કર્મોને ખપાવી, પરં પદ જે મેક્ષ તેને પ્રાપ્ત કર્યો.
શ્રાવકધર્મ જેને પ્રાપ્ત થયા છે એવા તે પત્તરકુમારને હવેગાદિકે તેના પિતાની રાજ્યગાદી પર બેસાડે. અને તે મહામાંડલિક રાજા થશે હવે હરિગ વિદ્યાધર તે પત્તર રાજાને વિમાનમાં બેસાડી પિતાના વૈતાઢય પર્વત પર રહેલા સુભમ નામે નગર પ્રત્યે તેડી લાવ્યું અને ત્યાં ઘણું જ તેનુ સન્માન કર્યું, પછી કહ્યું કે હે મિત્ર ! આ મારા વૈતાઢય પર્વતની ઉત્તર તથા દક્ષિણ શ્રેણિના રાજ્યને તથા આ મારી વિદ્યાધરપણુની વિઘાને આપ ગ્રહણ કરો. ત્યારે પોત્તરકુમાર બે કે હે મિત્ર ! મારામાં અને તમારામાં કંઈ અંતર છે? જે આપનું રાજ્ય છે, તે મારું જ છે, કારણ કે આપનાથી હું કઈ રીતે