SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ 96. આનંદઘનજી અને તેને સમય. ઉપાધ્યાયજી પણ ક્રિયાઉદ્ધારમાં સંપૂર્ણ રીતે સામેલ હતા. ૩૫૦ ગાથાના સ્તવનના ટબામાં પ્રશસ્તિપર વિવેચન કરતાં શ્રી પદ્મવિજય સંવત ૧૮૩૦ માં આ વાતને મજબૂત કરે છે. (જુઓ સત્તરમી હાલની દશમી ગાથાને બાલાવબોધ.) ત્યાં જણાવે છે કે-સંવેગ માર્ગ તેમણે વિજયસિંહસૂરિની હિતશિક્ષાનુસાર આદયો” એને ભાવાર્થ એમ થાય છે કે શ્રીયશોવિજયજી ઉપાધ્યાયે પણ તેઓની આજ્ઞા પામીને ક્રિયાઉદ્ધાર કર્યો” આ સર્વ શબ્દ ઉક્ત પદમવિજ્યજીના છે. આવી રીતે કિયાઉદ્ધાર કરી વિશુદ્ધ માપર દૃષ્ટિ રખાવવા માટે બાહ્ય વેશના રગમાં પણ ફેરફાર કરવું પડ્યો એ ઉપરાંત પદવીઓના ક્રમમાં પણ ફેરફાર થયા અને તેથી લગભગ ૪૮૦ બાબતે કિયાને લગતી ફેરવવી પડી છે એમ સાંભળ્યું છે. એ બાબતેનું લીસ્ટ મને મળી શક્યું નથી, તેને માટે હાલ તપાસ ચાલે છે. જૈન ધર્મમાં અને ખાસ કરીને તેના સ્વાદ્વાદ શૈલીએ ચાલતા શાસનમાં આ એક ખાસ તત્વ રહેલું છે કે એના વિચારશીળ આગેવાને જમાનાને અનુસસ્તા ચેપગ્ય ફેરફાર વખતે વખત કરી શકે છે અને આવા ફેરફાર ક્રિયામાર્ગને અગે વારવાર થયા છે. દર્શનઉદ્યોતને કાળ; સાધુઓને અગે આ ક્રિયાઉદ્ધાર જેમ ખાસ ધ્યાન આપવા ગ્ય બનાવ આ કાળમાં બન્યું છે તેમ બીજી હકીકતે જોતા જે કે દેશની આર્થિક સ્થિતિ સારી હતી તેથી દર્શનને ઉોત થવાના પ્રસગે વારંવાર બનતા હતા પણ તે એટલી હદ સુધી વધી ગયા હશે કે બે મોટા પ્રસંગે યશવિજયજીને તે સબંધમાં ફરિયાદ કરવી પડી છે. એક તો ઉપર ટકેલા વચન ગૃહસ્થ વિષયરસમા રાચી રહ્યા છે ત્યાં ધુમધામે ધમાધમ ચલી એમ કહ્યું છે અને ત્યાર પછી એ જ સ્તવનમાં એકાંત ક્રિયાના રસિને કેવી હાનિ થાય છે તેપર માટે ઉલલેખ કર્યો છે. આવી રીતે જ્ઞાનમાર્ગ દૂર રહો છે અને ગૃહસ્થ પણુ પલિક મેહનાં સાધનામાં રાચી રહ્યા છે એપર વારંવાર ભાર મૂકીને કહેવાનું કારણ એ જણાય છે કે જ્ઞાનને ઉપદેશ તે વખતે બહુ ચાલતું નહિ હેય, તેની યુઝ અન્ન અથવા નિરક્ષર લેકો સમજી શકતા નહિ હોય અને તેથી • બદા આડંબર વધે તેવે ઉપદેશ થતું હશે અને તે ઉપદેશ સાંભળવા
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy