SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ 90 આનંદઘનજી અને તેના સમય. પૃથી ભરેલાં મેટાં પુસ્તકે બહાર પડી ચૂક્યાં છે એટલે એ સંબં ધમાં વિશેષ લખવાની આવશ્યકતા લાગતી નથી, પરંતુ રામદાસ સ્વામીને પ્રસંગ અને જાનમાલની અસ્થિરતા આ બે બાબત ઘણું ઉપયોગી છે તે સંબધમાં અહીં ખાસ લક્ષ્ય ખેચવામાં આવે છે. જન સ્થિતિઃ આ સમય હિંદુસ્તાન માટે બહુ અગત્યનું હતું, અને બહુ બારિક હતે. અકબર બાદશાહે જૂદી જૂહી કેમને એકત્ર કરવાનાં બી વાવ્યાં હતાં, રજપૂતેની સાથે સંબંધ વધાર્યો હતે, તેઓને રાજ્યના મોટા ફેરફાઓ આપી જવાબદાર બનાવ્યા હતા અને હિંદુએના હિતને પિતાના હિત સાથે એકત્ર કરી બતાવ્યું હતું. તેની આ રાજ્યનીતિને પરિણામે દેશની સમૃદ્ધિમાં વધારો થયો અને જહાંગીર અને શાહજહાનના સમયમાં દેશ બાહ્ય દૃષ્ટિએ બહુ સમૃદ્ધિમાં આ તેમ જ આત્મિક ઉન્નતિનાં પ્રબળ સાધનો પણ વિસ્તૃત રીતે તે સમયે દેશમાં વધતાં ગયાં. ત્યાર પછી કુટુંબકલહ કરી ઝનુની ઔરંગજેબ રાજ્યાસનપર આવ્યું તે વખતે જાનમાલની અરિથરતા છતાં દેશની આબાદી એરે સારી હતી. હિંદુઓ અને મુસલમાન કેમ વચ્ચે વૈમનસ્ય ઉત્પન્ન કરાવનાર કરે જઝીઆર) નાખી, તકવત બતાવી હિંદુઓનાં દિલ દુખવનાર આ કુલાંગાર આલમગીરે મુગલાઈના પાયા નબળા પાડી દીધા તે વખતે લેકની સુખી સ્થિતિ દ્રવ્યની અપેક્ષાઓ હતી, દેશનું ધન દેશમાં જ રહેતું હોવાથી મોંઘવારી થવાના પ્રસંગે આવતા નહતા પરંતુ આ સર્વેની સામે જાનમાલની અસ્થિરતા બહુ હતી. પ્રાપ્ત કરેલ ધન કે બીજા ભાગ્ય પદાથોં પિતાની પાસે કેટલો વખત રહેશે અથવા પિતે તેને કદિ પણ ઉપગ કરી શકશે અથવા કરવા જેટલે સમય ટકી શકશે કે નહિ તે સર્વ અક્કસ હતું, સ્ત્રીઓ જાહેરમાં નકલવાની હિંમત કરી શકતી નહિ અને તેવા અંધકારના સમયમાં સ્ત્રીશિક્ષણની સંભાવના હોવાની તે વાત પણ ક્યાંથી હોઈ શકે? જૂદા જૂદા પ્રાતા ઉપર સત્તા ચલાવવા માટે સુખાઓ મોકલવામાં આવતા હતા, તેઓ પોતાના તરફથી અનેક પ્રકારને જુલમ ગુજારતા હતા, શહેનશાહને નામે ત્રાસ આપતા હતા અને લાગ મળતો સ્વતંત્ર બની જતા હતા. વ્યાપારનાં દ્વાર બંધ ન હતા, પણ રાજ્યની અવ્યવસ્થાને લીધે બહાળા પાયા ઉપર લેકે વ્યાપાર કરી શકતા નહતા.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy