________________
અડતાળીશ.] ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવૈચિત્ર.
પપ માનસિક બાબતમાં પણ મારી પાસે એવી એવી માન્યતા મનાવી છે કે તેની વાત કહેતાં હું શરમાઉં છું. ઉપર મેં જણાવ્યું છે તેમ યેગીએ મને ગણુ કરી અને જતિએ જતણું કરી–આવા આવા કામ કરતી હતી અને માન્યતા એમ રાખતી હતી કે જાણે સર્વ સત્ય તેમાં જ આવી રહ્યું હોય અને તે સિવાય અન્યત્ર કેઈ પણ જગેએ સત્ય હેય જ નહિ, હવાને સંભવ પણ છે નહિ એમ માનીને મેં કામ લીધું અને સર્વેએ મારી પાસે એ નિયમાનુસાર જ કામ કરાવ્યું. હું તે દરેક મતવાળાની પાસે ગઈ ત્યાં મને નિષ્પક્ષ રાખવાને બદલે એવી મતચુસ્ત બનાવી દીધી કે જાણે હવે મારી એવી વિચિત્ર મૂર્ખતાપર હું વિચાર કરું છું ત્યારે મને પણ બહુ ખેદ થાય છે. વળી મારી પાસે ઉપર જણાવ્યાં તે ઉપરાંત બીજાં અનેક એવાં એવાં કામો કરાવ્યાં છે કે જેનું વર્ણન કરી બતાવતાં મને પિતાને જ લાજ આવે છે.
હે માડી! હું તમને કેટલી વાત કહું! મારી એટલી બધી વિચિત્ર રિથતિ બનેલી છે કે તે સર્વનું જે વર્ણ કરવા બેસું તે પાર આવે નહિ અને કહેતાં કહેતાં મારે પણ બહુ શરમાવું પડે. હું તમને થોડી વાત ટુંકામાં કહી દઉં છું, તમે વધારે તમારી મેળે સમજી લેશે. થોડું લખ્યું ઘણું કરી વાંચશો એ વાત તમે સારી રીતે જાણે છે. હું હું કહું છું તે તમે સમજી જશે. ટુંકમાં વાત એ છે કે મારું ઘર સાજું નથી. બધી વાતને સાર આ એકવાક્યમાં આવે છે. પુરૂષની દષ્ટિએ વૃત્યિgહિની ઉણુ ઘર એ ઘર નથી, પણ સ્ત્રી એ ઘર છે, તેમજ સ્ત્રીની દૃષ્ટિથી પુરૂષ-પતિ તેનું સર્વસ્વ હોઈ તેને તે જ ઘર છે. ઘર સાજું રાખવું એટલે ઘરમાં એગ્ય સંપ, સનેહ અને વિવેક તેમ જ પતિપત્ની ધર્મની ચાગ્ય વહેચણું અને કાર્યકરણ. હે માડી! મારું ઘર સાજું નથી. મારા પતિ પિતાને ઘર તને, મારી તરફ, પોતાની જાત તરફનો ધર્મ બરાબર સમજતા નથી અને સમજતા ન હોવાને લીધે ધર્મકાર્ય-પિતાની ફરજ બજાવતા નથી તેથી આ સર્વ ગોટાળો થયેલ છે. જયાં ઘર સાજું ન હોય ત્યાં મારે કેની પાસે
* ઘર સાજું કરવું એટલે લાચ લેવી એ ખરાબ અઈ પણ ભાષામા થાય છે, અત્ર તે અર્થમાં એ વાક્ય વપરાયેલ નથી.