________________
અડતાળીશમુ. ] ચેતનાની નિષ્પક્ષતા દર્શનનૈચિત્ર્ય.
૧૪૧
ઐદ્ધ અનુયાયીઓએ ક્ષણિવાદ સ્વીકાર્યો, મીમાંસકાએ અદ્વૈતવાદ સ્વીકાર્યો, શંકરાચાર્યે શુદ્ધ અદ્ભુત સ્વીકાર્યો અને તેમ કરીને મારૂં ન્ય ક્તિત્વ દૂર કરી મને ઉપાડી મૂકી. એમાં માયાવાદને અંગે ઈશ્વરના ને જગતના સંબંધ અને ખાસ કરીને આવી રચનાની ઘટના કરવાનાં કારણુ વિગેરેમાં એકમત કેાઈના જોવામાં આવ્યે નહિ, અભિપ્રાય વાત્ સ્વમત સ્થાપન કરવા માટે બુદ્ધિ પહોંચી શકી ત્યાંસુધી ચાલ્યા ગયા, પરંતુ જ્યાં વાત અટકી પડી ત્યાં વિચાર ન કરતાં સ્વમતસ્થાપનની ઝુંબેશમાં મારૂં તાત્ત્વિક સ્વરૂપ બહાર પાડવા કાઈએ પ્રયત્ન કર્યો નહિ.
વળી કોઈએ મને વ્યક્તિ તરીકે સ્વીકારી મારા વિનાશ કર્યો, એટલે મારૂં વ્યક્તિત્વ માની પ્રલય વખતે મારા નાશ માન્યા. આવી રીતે માનનારા ભેદવાદી છે. તે ચેતના છે એમ માને છે પણ પ્રલય વખતે સર્વના નાશ માનીને પછી વિશુદ્ધ અશુદ્ધ કર્મફળના જે ગોટાળા થાય છે તેને ખુલાસો આપ્યા વગર રહેવા દે છે. આવી રીતે મને ચલાવી એટલે વ્યક્તિલઢ મારા અસ્તિત્વના સ્વીકાર કર્યો. કારણે તેમ ન કરે તે કૃતનાશ અને અકૃતઅભ્યાગમ પણા થાય, પરંતુ મારા સ્વીકાર કર્યાં પછી પાછા કૃતનાશ થાય છે તે વાત વિસરી ગયા.
વળી કોઈએ કહ્યું કે ચેતના અનાદિ છે, ઈશ્વરકૃત છે, તેના અંશ છે અને પાછળથી તેમાં મળી જાય છે. આ પ્રમાણે મારા સંબંધમાં વાત કરી મને રાખી મૂકી, તદ્ન ઉપાડી મૂકી નહિ.
શ્રીજી દ્રષ્ટિએ વિચાર કરીએ તે મને સ્થાપન કરનાર રામાતુજ અને વલ્લભ સંપ્રઢાયવાળા સમજવા, ઉત્થાપનાર નાસ્તિક મતવાળા સમજવા અને કાઈક અશે અદ્વૈત, શુદ્ધાદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત મતવાળાને સમજવા. ચલાવનાર અને રાખનાર વૈશેષિક મતવાળા અને વેદાન્તી સમજવા. વૈશેષિક મતવાળા પુરૂષ અને પ્રકૃતિના ભેદ માને છે અને સૃષ્ટિને ઈશ્વરકૃત કહે છે, પરંતુ તેઓના મત પ્રમાણે ઇશ્વિરનું કાર્ય એટલું નામનું રહે છે અને તે ન્યાયના વિષયને ખાસ અનુસરનાર હાવાથી ઈશ્વરકૃત સૃષ્ટિ માનવામાં આવતા દાષા એવી સારી ીતે સમજી શકે છે કે ખરાખર પૃથક્કરણ કરતાં તેઓ સૃષ્ટિને ઈશ્વરકૃત માનતા જ નથી. એમ કહેવામાં કશી ખાધ આવે તેમ નથી.
૩૫