SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ 19. આનંદઘનજી અને તેને સમય. પ્રીત સગાઈ રે નિરૂપાધિક કહી રે, પાધિક ધન ખોથ (૧-૨) એમા વાક્યપ્રયોગ અને શબ્દરચના બરાબર હિંદી છે તે વશમા પદની ત્રીજી ગાથામાં કેવળ અચળ અનાદિ અબાધિત, શિવશકિકા ભેટા (૫-૨૧૩) બતાવેલા ભાવ સાથે વિચારવાથી સહજ માલુમ પડે તેમ છે. એમાં સગાઈ શબ્દ કાઠિયાવાડમાં વધારે વપરાય છે એમ ધારી લેવું બરાબર નથી કાઠિયાવાડમાં સગાઈ કરતાં “સગાપણુ” શબ્દ જ વધારે વપરાય છે અને તે વાત કાઠિયાવાડના પરિચયથી જણાય તેવી છે. સગાઈ શબ્દ મારવાડી ભાષામાં બહુ છૂટથી વપરાય છે, અને તે જે અર્થમા આનદઘનજીએ વાપર્યો છે તે જ અર્થમાં વપરાય છે. આથી બન્ને રીતે “સગાઈ' શબ્દપર બાંધેલ રચના તૂટી પડે છે અને તેથી તે ઉલટુ હિંદુતાની–મારવાડીના મિશ્ર પ્રયાગોને ઉપગ સ્તવનમાં પણ વિશેષ થયે છે એ વાત સાબીત થાય છે. અલખ શબ્દને ઉપગ (૧-૫) જે આદીશ્વર ભગવાનના સ્તવનમાં થયો છે તે જ મિશ્ર મારવાડીના પ્રાગવાળા ત્રેવીસમાં પદની છેલ્લી ગાથામાં થયો છે. (પૃ-૨૧૬) અલખ શબ્દને ઉપચાગ ગુજરાતીમા કદાચ તે તે બહુ જવલ્લે જ થતું, પણ હિંદીમાં અવારનવાર બહુ સારી રીતે થયા કરે છે અને અગાઉ પણ થતા હતે તે વ્રજવાસી કવિઓના પદ તથા કબીરનાં પદો વાંચવાથી જણાય તેવું છે આવી જ રીતે વસ્તુવિચારે દિવ્ય નયણુ તણાનિરધાર વિરહ પડ્યો એવા પદ છેદવાની વાક્યરચના (૨–૫), એમાં તથા બીજી ગાથામાં બિયણ શબ્દનો આખના અર્થમાં ઉપગએ સર્વે ઉત્તર હિંદના સંસ્કાર મજબૂતપણે બતાવે છે એમ મને લાગે છે. એવી જ રીતે “લખ પૂરે મન આશ' (૧-૫) અને અધે અંધ પુલાથી (૨-૩) ના અર્થ વિચારતાં તુરત વાકયરચનાનું મૂળ ઉત્તર હિંદમાં જણાઈ આવે તેવું છે. આવી જાતના અનેક વાક્યપ્રાગે બતાવી શકાય તેવું છે અને એ બાબત ઉપર ઘણી ગેરસમજુતી થયેલી છે તેથી આપણે તે મુદ્દો જરા વધારે સ્પષ્ટ કરવું પડશે બાકી તે ગમે તે વાકયપ્રગ વિચારણપૂર્વક નિષ્પક્ષપણે લક્ષ્યમાં લેવામાં આવશે તે તેની રચના હિંદુ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy