________________
૪૮૦
આનંદઘનજીનાં પદે.
[પદ લખ ચેતનજી આવી અનુકૂળ તકને અત્યારે લાભ નહિ લે તે પછી તે સંસારમાં ઘસડાઈ જશે અને પછી પાછો તેને કયારે અવસર આવશે તે કહી શકાય નહિ. ચેતના અને ચેતનને અભેદ છે, તેથી ચેતનાએ ગંગાના પ્રવાહમાં પડવાનું કહેવું તે ચેતનજીને તેમાં તણાવા બરાબર છે. અત્ર જે હકીક્ત બતાવી છે તે બરાબર સમજી શકાય તેવી છે. અનેક પ્રસગે ચેતનજીને કહેવામાં આવ્યું છે કે તેને અત્ર જેવી અનુકૂળ જોગવાઈ મળી છે તેવી ભવચકમાં કે કજ વખત મળે છે, તેને ઉપગ શુદ્ધ દશા પ્રગટ કરવામાં થાય તે તેનું જીવન સફળ થાય છે, નહિ તે તે સામાન્ય વ્યક્તિઓની પેઠે ફેગટ ફેરા જેવું જીવન ગાળી સંસારમાં સરી જાય છે, પડી જાય છે, ડૂબી જાય છે. શુદ્ધચેતના તેની પોતાની સ્ત્રી છે, તેને અનુકૂળ છે અને તેને મળવાને આતુર છે, સુમતિ પ્રાપ્ત કરી તે દ્વારા પિતાનું પ્રસિદ્ધ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરી શુદ્ધચેતના સાથે અનન્ત કાળ સુધી વિલાસ કરવાની વિશુદ્ધ વૃત્તિ અને સામગ્રી પ્રાપ્ત કરવાની આવી તક તેણે કઈ પણ રીતે ફેંકી દેવા જોગ્ય નથી.
ટબાકાર આ ગાથા સુમતિના સુખમાં મૂકે છે. તે કહે છે કે અહિ જે કથન છે તે જડસંગી આત્મારામ પ્રત્યે સુમતિએ કહેલું છે. તે ચેતનજીને પિતાને ઉતાવળે મળવાનું કહે છે અને નહિ તે શુદ્ધચેતનાના ઉવળ તરગોમાં મળી જઈ બારમે ગુણસ્થાનકે પતે જશે અને સુમતિ નહિ રહેશે એમ બતાવી સુમતિ કુમતિની મર્યાદા બતાવે છે.
બાકારને આશય એજણાય છે કે સુમતિ પતે તે શુદ્ધ છે પણ પતિને વિરહ સહન કરી શકતી નથી તેથી પોતે બારમા ગુણસ્થાનકે ઉર્જવળ આત્મપરિણતિરૂપ શ્વેત તરંગોમાં મળી જવાનું કહે છે અને પછી ત્યાં તેનું વ્યક્તિત્વ નાશ પામશે. તેરમા ગુણસ્થાનકે તે શુદ્ધ કેવલ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે અને સુમતિ કુમતિને લય થાય છે અને શુદ્ધ ચૈતન્ય પ્રગટ થાય છે. આવી રીતે હકીકત કહીને ચેતનજીને પોતાના તરફ આકર્ષણ કરવાને સુમતિને આશય હેય એમટબાકાર જણાવે છે. એ પ્રમાણે અર્થ કરવામાં ભાવ ઠીક આવે છે, પણ સુમતિ આવા પ્રકારની ધમકી ચેતનજીને આપે તે પહેલી અને બીજી ગાથાના ભાવને અનુરૂપ લાગતું નથી. સુજ્ઞ વાંચનારે અને અર્થ ચોગ્ય રીતે વિચારવા.