________________
૫
ચુંમાળીશમુ ચેતનાના પ્રતીતિજનક પ્રતિહાર. એટલે સુંદર છે કે શુદ્ધચેતના ચેતનજીનું મહત્વ બતાવવામાં પરમતસહિષશુતા અને દૂધમાં ભળેલું જળ ફેકી દેવાની અને સર્વ ગ્રહણ કરવાની તેની શક્તિને એક ખાસ અગત્યની બાબત તરીકે બતાવે છે. સત્તાવીશમા પદમાં તથા અન્યત્ર આ વિષયપર કેટલુંક વિવેચન થઈ ગયું છે. ચેતનજીની પાસે જ તેને સેવવાની રીત શીખવાનું શુદ્ધચેતના કહે છે તે તેની નમ્રતા બતાવે છે. પિતે તે બધું જાણે છે પણ ચેતનજીના મુખથી જ તે માર્ગ કહેવરાવવામાં તેને આશય તેને પ્રસન્ન કરવાને સ્પષ્ટ જણાઈ આવે છે. રસરંગમાં રહેવાને નિશ્ચય તેની અને કુટિલ માયામમતા સ્ત્રીઓ સાથે ભેદ બતાવવા માટે છે. તેઓ સર્વત્ર ભટકનારી છે અને પતિવ્રતા નથી એ ભાવ પ્રદર્શિત કરવા પિતે તે પતિના રંગથી રંગાઈ જઈ તેમાં રહેવાને નિશ્ચય કર્યો છે એમ બતાવે છે.
પ્રથમની બે પંક્તિને અર્થ એમ પણ થઈ શકે કે વેદ પુરાણ કુરાન કિતાબ અગમનિગમ (એટલે વેદાંત) એ સર્વને હું કાંઈ ગણુતી નથી, હું તે તારે મત જ માનું છું, મને અન્ય કાંઈ ઇષ્ટ નથી. શુદ્ધચેતનાનું કહેવું એમ છે કે જે ચેતનજીને મત તે તેને પિતાને મત, એને કેઈ અન્ય ગ્રંથનું કામ નથી. આ અર્થ પણ ઠીક છે.
આ ગાથાને ભાવ બહુવિચારવા એગ્ય છે. જેઓ અકારણ ધર્મના નામે લડાઈઓ મચાવી મૂકે છે તેઓએ તેમાં સત્યાંશ ક્યાં અને કેવી રીતે રહેલ છે તે આનંદઘનજીના અભિપ્રાય પ્રમાણે સમજવું જોઈએ અને સત્ય સ્વરૂપ સમજ્યા પછી ચેતનજી સાથે સરગ જમાવ જોઈએ. હાલ તે શુભ માર્ગો પણ એવા કંટકમય કરી મૂકાયલા જેવામાં આવે છે કે તેમાં ચાલવાથી લાભ જોઈએ તે થતું નથી અને કેટલીવાર તે મોટી હાનિ થતી જોવામાં આવે છે. જ્યારે ધર્મના માગે પણ આવા વિષમ બનાવી મૂકવામાં આવ્યા હોય ત્યારે પછી ચેતનજીને તેનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કેવી રીતે અને કયાં કરવું એ માટે પ્રશ્ન થઈ પડે છે. તેથી વસ્તુ સ્વરૂપ સમજી ચેતનજીના રસરંગમાં રહી શકાય એવા માગે ગ્રહણ કરવા એગ્ય છે.
ચાચર ફેરી શિખાઈ સખનીકી એ પાઠાંતર છે તેનો અર્થ ગાનારાઓએ સ્પષ્ટ રીતે સેવન કરવાની રીતિ શીખવી એમ થઈ શકે