SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ આદધનજીનાં પદો. [પદ આબરૂ હલકી થાય છે એ પણ હું જાણું છું તેમજ તે કેણુ છે, તારે મારા પર પ્રેમ કરે છે અને મેં તને અત્યાર સુધી કેટલે અન્યાય આ છે તેની વાત પણ મેં તારી પાસે સાંભળી છે, અને શ્રદ્ધા તથા અનુભવે કહી છે અને મારા ધ્યાનમાં તેમાંની કેટલીક વાત રહી છે. હવે જ્યારે હું મારું પદ વિચારીશ, મારી સ્થિતિ (Posstion) નો ખ્યાલ કરીશ, મારા સંબધનું વાસ્તવિક અવાસ્તવિકપણું ધ્યાનમા લઈશ ત્યારે મને તારે પ્રસંગ થશે, તારી સોબતમાં હું પડીશ અને તને આનંદથી ભેટીશ. વ્યવહારમાં જેમ પરરમમાં આસક્ત પતિને પિતાની સ્ત્રી મળે ત્યારે જે જવાબ આપે, તે પ્રમાણે હું તને કહું છું કે હવે મારી જ્ઞાનદષ્ઠિ જાગ્રત થઈ છે, હું વરસ્તુસ્વરૂપ સમજે છું અને તેથી માયામમતાનું ખરું સ્વરૂપ જાણુવામાં આવ્યું છે અને તે પીતળ જેવી છે એ પણ મને જણાયું છે તથા તેના ઉપર જડાવ કામ કરાવવું તે અણઘટતું છે એ પણ હું જાણું છું. પીતળ તે પીતળ છે અને તેનું તે સોનું છે. સોનું ત્રણ કાળમાં સોનું જ રહેવાનું છે “સેનું તે વિણસે નહિ સાહેલડીયા, ઘાટ ઘડામણ જાય, ગુણવેલડીઆ. સેનાપર મેલ ચઢ્યા હોય તોપણ તાપથી કે જરા ઘર્ષણથી અસલ સ્વરૂપ પ્રગટાવી શકાય છે અને એવા સેનાપરજ ભારે હીરામાણેક જડી શકાય છે. કેઈ ઉદ્ધતાઈ કરી ભારે હીરાને પીતળમાં જવાનો વિચાર કરે અથવા જડે તે તેમાં તે ગાંડે વિચાર કરનારની મૂખઇ જ જણાઈ આવે છે તેથી પીતળ જેવી માયામમતા ઉપર મારા અમૂલ્ય સગુણને કેમ જડાવું? જે તેમ કરું તે મારી અજ્ઞાતા પ્રત્યક્ષ દેખાય. જ્યારે હું કેણ છુ? તેને વિચાર કરીશ, જ્યારે મારું સહજ સ્વરૂપ હું સંભારીશ ત્યારે તારે પ્રસંગ જરૂર કરીશ હજુ અત્યારે તે મને તેમ કરવાને અવસર પ્રાપ્ત થયે નથી, મારે હજુ કેટલીક અગવડ છે તે * શ્રીમધવિ . અનતનાથજીનું સ્તવન T સસ્કૃતમાં એક પ્રસ્તાવિક બ્લેક છે તેમા આજ ભાવ બતાવ્યા છે જનજ भूषणसङ्पडणोचितो, यदि मणिपुणि परिधीयते, न स विरोति न चापि न शोमते, भवति ચોજિનીય મતલબ એ છે કે સેનામાં જડવા યોગ્ય ભારે મણિને કદાચ લોઢામાં જડવામાં આવે તો તે કાઈ ઇની પાસે રહેતા નથી, પણ તેના સંબંધમાં તેવી જના કરનારની ટીકા થાય છે આ ભાવ ૫કમાં બતાવ્યા છે તે વિચાર
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy