________________
૪૫૮
[પદ
આનંદઘનજીનાં પદો. જીવની ગતિ હવે શુદ્ધ આત્મભાવ પ્રકટ કરવા તરફ થઈ છે પણું હજી તે અનાદિ સંબંધને લીધે વારંવાર વિભાવ તરફ ખેચાયા કરે છે. અત્યારે પિતાની શુદ્ધ દશાના સ્પષ્ટ ભાનને લઈને તે સમતાને કહે છે કે તારે જરા પણ ભય રાખવાનું કારણ નથી, હું તને સ્પષ્ટ રીતે કહું છું કે તું આખરે મારી જ છે અને મારા ઘરની દેવી છે. માયામમતાના ભૂલા અવરાવનારા દેખાવથી હું સર્વથા તેમની પાસે રહીને તને વિસરી જઈશ એમ હવે તારે ધારવું નહિ અને એ વાતને તારે જરા પણ ભય રાખવે નહિ. 1 ટકાકાર આ ગાથાને ભાવ બતાવતાં લખે છે કે ચેતનજી સુમતિને કહે છે કે હું સુમતિ! આખર એટલે ભવભ્રમણને પાકકાળી હવે પ્રાપ્ત થયે છે એટલે મારા ભવભ્રમણને છેડે આવ્યું છે. પાછલે અનંત કાળ તે એક દિવસ સમજ, કારણુ અનંતતા એક છે, અને જે દિવસે અથવા રાત્રે હું કુમતિને ઘરથી બહાર કાઢી મૂકીશ તે અર દિવસ, આવી રીતે કુલ દેઢ દિવસ કુમતિ તારી સાથે ફેકટ લડે છે (લશે) અને લડતાં લડતાં બેલે છે (બોલશે) કે ચેતનજી મારા પતિ છે, ચેતનજી મારા પતિ છે, પણ એના લડવાથી કાઈ વળવાનું નથી. ભવભ્રમણને છેડે આવી ગયેલ છે અને તેથી માયામમતા કદાચ દેહ દિવસ લડશે, પણ પ્રિયે! તું મારી છે અને તેનાથી તારે જરા પણ ડરવાનું નથી. તારી સખતથી હું ભવભ્રમણને છેડે લાવી શકીશ. આ ભાવમાં દેઢ દિવસને જે અર્થ ટબાકારે ક્યાં છે તે ધ્યાન ખેંચનારે છે. પૂર્વના અનંત કાળને એક દિવસ કરાવ્યું છે અને જે દિવસે માયામમતાને હાંકી મૂકી સુમતિ સાથે સંબંધ દઢ કરવામાં આવે તે દિવસ અથવા રાત્રિ (આખા દિવસના અર્ધ ભાગ)ને અરધે દિવસ ગણ તેટલે કાળ-ઢ દિવસ મમતાદિક ફેકટ લડે છે એમ બતાવી તેનાથી ભય ન રાખવાનું આશ્વાસન ચેતના સુમતિને આપે છે એ અત્ર ભાવ છે.
एती तो हुँ जानूं निहचे, रीरीपर न जराउ जरैरी