SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ [પદ ૪૫૮ આનંદઘનજીનાં પદે. જીવની ગતિ હવે શુદ્ધ આત્મભાવ પ્રકટ કરવા તરફ થઈ છે પણ હજુ તે અનાદિ સંર્ણધને લીધે વારંવાર વિભાવ તરફ ખેંચાયા કરે છે. અત્યારે પિતાની શુદ્ધ દશાના ૨૫ણ ભાનને લઈને તે સમતાને કહે છે કે તારે જરા પણ ભય રાખવાનું કારણ નથી, હું તને સ્પષ્ટ રીતે કહું છું કે તું આખરે મારી જ છે અને મારા ઘરની દેવી છે. માયામમતાના ભૂલા ખવરાવનારા દેખાવથી હું સર્વથા તેમની પાસે રહીને તને વિસરી જઈશ એમ હવે તારે ધારવું નહિ અને એ વાતને તારે જરા પણ ભય રાખવે નહિ. ટબાકાર આ ગાથાને ભાવ બતાવતાં લખે છે કે-ચેતનાજી સુમતિને કહે છે કે હે સુમતિ! આખર એટલે ભવભ્રમણને પાકકાળ હવે પ્રાપ્ત થયેલ છે એટલે મારા ભવભ્રમણને છેડે આવે છે. પાછલે અનત કાળ તે એક દિવસ સમજ, કારણ અનતતા એક છે, અને જે દિવસે અથવા રાત્રે હું કુમતિને ઘરથી બહાર કાઢી મૂકીશ તે અરધો દિવસ, આવી રીતે કુલ દેઢ દિવસ કુમતિ તારી સાથે ફેકટ લડે છે (લો) અને લડતાં લડતાં બોલે છે (બેલશે) કે ચેતન મારા પતિ છે, ચેતનજી મારા પતિ છે, પણ એના લડવાથી કોઈ વળવાનું નથી. ભવભ્રમણને છેડે આવી ગયા છે અને તેથી માયામમતા કદાચ દોઢ દિવસ લડશે, પણ પ્રિયે! તું મારી છે અને તેનાથી તારે જરા પણ ડરવાનું નથી. તારી સોબતથી હું ભવભ્રમણને છેડે લાવી શકીશ. આ ભાવમાં દેઢ દિવસને જે અર્થ ટબાકાર કર્યો છે તે ધ્યાન ખેંચનારે છે. પૂર્વના અનંત કાળને એક દિવસ કરાવે છે અને જે દિવસે માયામમતાને હાંકી મૂકી સુમતિ સાથે સંબધ દઢ કરવામાં આવે તે દિવસ અથવા રાત્રિ (આખા દિવસના અર્ધ ભાગ) ને અરધે દિવસ ગણી તેટલે કાળ–દેઢ દિવસ મમતાદિક ફેકટ લડે છે એમ બતાવી તેનાથી ભય ન રાખવાનું આશ્વાસન ચેતનજી સુમતિને આપે છે એ અત્ર ભાવ છે. एती तो हुँ जानूं निहचे, रीरीपर न जराउ जरैरी
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy