________________
પદ
૨૪
આનંદઘનજીની પદે. જૂદા ભાગો પતિઆગમન માટે છે અષ્ટ પ્રવચન માતા, દશ યતિધર્મ, સમકિતનાં ૬૭ લક્ષણ, શ્રાદ્ધના ૨૧ ગુણે, માર્ગાનુસારીના ૩૫ ગુણ વિગેરે પતિમેળાપના અનેક માર્ગો છે તે સર્વે માર્ગની પ્રતીક્ષા કર્યા કર છું કે એ સર્વમાંથી કઈ પણ એક રસ્તે પતિ મારે મંદિરે પધારશે અને એવી રીતે એમની વાટ જોતી વખતે દરેક માર્ગ પર મારા દુખમહેલના ઝરૂખામાંથી ટગાઈ ટીંગાઈને જોઉં છું. જ્યારે એક માણસની રાહ જોતા તે આવે નહિ ત્યારે આતુરતાને લીધે બારીએ અથવા ઝરૂખે ટીંગાઈ ટીંગાઈને દૂર સુધી માર્ગ પ્રતીક્ષા કરવામાં આવે છે તે સામાન્ય નિયમાનુસાર હું પતિવિરહથી મારું ભાન સાન ભૂલી જઈને પતિને આવવાના માર્ગ પર નીહાળી નીહાળીને જોઉં છું. પતિવિરહિણી રસી વ્યવહારમાં આ પ્રમાણે કરે છે એ આર્ય હૃદય સમજવું શુદ્ધ ચેતના જેવી નટનાગરમા મનને જોડવાવાળી સ્ત્રીના અંતઃકરણમાં તે બીજું હેય જ નહિ અને તેના જેવી શુદ્ધ પતિવ્રતા સ્ત્રીના આર્ટ હદયમા પતિવિરહનો અગ્નિ કે સળગતે હોય તે તે બરાબર સમજાય તેવું છે. ચેતનજીની બરાબર આમાં કહી છે તેવી દશા છે. અજ્ઞાનાવસ્થાને લીધે તેની ચેતના શુદ્ધ છે તે પણ તેને પોતાની માની કદિ પણ તે ખેાળામા બેસાડતું નથી, તેની સાથે કીડા કરતે નથી, તેને હદય સાથે ભેટી હેત દેખાડતું નથી. અનાદિ અજ્ઞાનને લીધે, આત્મસ્વરૂપ સમજવાની અશક્તિને લીધે, ઘરની પવિત્ર પ્રમદાના પ્રેમી પરિચયને પરિહરી પરરમણીની અપ્રશસ્ત વાગજાળમાં ફસાઈ પરભાવમાં પડ્યો રહે છે. શુદ્ધચેતના પતિની આ પ્રમાણે રાહ જુએ છે એ હકીક્ત દરેક મુમુક્ષુએ ધ્યાનમાં રાખવાની છે. - આ પદપર સુંદર ટઓ છે. તેમાં ભાવ તે લગભગ સરખે છે પણ અર્થ જુદી રીતે કરવામા આવ્યું છે તે ખાસ વિચારવા અને સમજવા લાગ્યા છે. “પિયા બિન શુદ્ધિ બુદ્ધિ ભૂલી હો” એ પાઠ આ ટબામાં છે તે ધ્યાનમાં રાખવું, સુમતિ પિતાની શ્રદ્ધા રાખીને કહે છે કે હે સખિ! ચેતનરામ પતિ વિના અશુદ્ધોપયોગી આત્માને મારે મળવું ચોગ્ય છે કે નહિ? ઉચિત છે કે નહિ? એવી શુદ્ધિને હું વિસરી ગઈ, એટલે અશુદ્ધોપગી આત્માથી મળવું કે ન મળવું એ સબધી મારા ધર્મના વિચારથી હું રહિત થઈ ગઈ છુ અત્રે એ પ્રશ્ન થાય