________________
[દ
૩૯૬
આનંદઘનજીના પદે. જ છે, અને એને પુરૂષ સાથે સંબંધ ગણવામાં આવે તે અવિવેકને લીધે જ છે. પુરૂષ તે ફૂટસ્થ, નિત્ય અને અપરિણમી છે. સાંખ્યમત પ્રાય. નિરીશ્વરવાદને સ્વીકારે છે. જગતના કારણુમાં ત્રિગુણાત્મક પ્રધાનને માને છે અને સૃષ્ટિની વ્યવસ્થા તેનાથી માને છે તેમજ અચેતન પ્રકૃતિ પુરૂષના (આત્માના) મોક્ષને અથે પ્રવર્તે છે, તેના દૃષ્ટાંતમાં તેઓ એમ બતાવે છે કે જેમ અચેતન દુધ વત્સની વૃદ્ધિ માટે થઈ શકે છે તે પ્રમાણે અચેતન પ્રકૃત્તિ (પ્રધાન) પુરૂષના મેક્ષ માટે થઈ શકે છે. “પરમેશ્વર કરૂણાએ કરીને પ્રવર્તક છે.” એ વાદને સાંખે અનેક હેતુઓ આપી રદ કરે છે.
સાખ્યમતના એક ભેદ અથવા વિર્ભાગ જે પતંજલિને મત છે. એ દર્શનને સેશ્વર સાંખ્યદર્શન કહી શકાય. એ મતને ચાગદર્શન પણ કહેવામાં આવે છે. એ મતમાં ઉપર સાંખ્યમતમાં જણાવેલાં પચીશ તત્વ ઉપરાંત ઈશ્વરને છવીસમું તત્તવ માનવામાં આવે છે. પરમેશ્વરને અનુગ્રહ સંસારાગારથી તપ્ત થયેલા પ્રાણુપર થાય છે. પુરૂષને તન શુદ્ધ માનવામાં આવે છે પણ બુદ્ધિકૃત પ્રતીતિને અનુસરે છે અને આવી રીતે જેનાર આત્મા તદાત્મક જણાય છે. આવી રીતે તપ્યમાન પુરૂષ લાંબા વખત સુધી અાગ ચગ સાધે છે અને પરમેશ્વરનું પ્રણિધાન કરે છે ત્યારે તેને સત્વ અને પુરૂષની અન્યતા રૂપમાં જણાય છે અને તે વખતે અવિવાદિ પંચ ફ્લેશ તથા સારા તથા નઠારા કમૉશય સમૂળ નષ્ટ પામે છે. આ પછી નિર્લેપ પુરૂષનું પૂર્ણમુક્ત કરીને અવસ્થાન તે તેનું કૈવલ્ય છે. આ પાતંજળ ચગદર્શનકાર જે કે સેશ્વર સાંખ્યમતવાળા ગણાય છે, ક્તાં તેમાં પણ ઈશ્વરનું કાર્ય લગભગ નહિ જેવું છે. જીવાત્માને મક્ષ એ ચગદર્શનના મત પ્રમાણે કેવી રીતે થાય છે તે ખાસ વિચારવા ચોગ્ય છે. આ વિચારને જૈનને વેગમાર્ગ જે છઠ્ઠ પદના વિવેચનમાં બતાવવામાં આવ્યું છે તેની સાથે સરખાવ. એ સંબંધી ઉપદ્દઘાતમાં પણ વિવેચન લેવામાં આવશે. આ મતમાં ચાગનાં આઠ અંગ બતાવ્યાં છેઃ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. પુરૂષને નિસંગ માનવામાં આવે છે. પ્રમાણ, વિપર્યય, વિકપ, નિદ્રા અને સ્મૃતિરૂપ વૃત્તિઓ જેનું બીજું