SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ચાળીશમુ.] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૩૮ અનેક જન્મ મરણ અવ્યક્ત દુખ જોગવીને કરે છે. એવી નિગોદ સર્વ લેકમાં ભરેલી છે. સેયના અગ્રભાગપર તેના અનંત જીવે રહી શકે છે. કાંઈક અકામ નિર્જરા થતાં આ જીવ વ્યવહાર નિગદમાં આવે છે. ત્યાર પછી આદર વનસ્પતિ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી જે સર્વ એકેન્દ્રિયવાળા છે તેમાં આવે છે. તેમાંથી વળી કાંઈક નિર્જરા થતાં તે બે ત્રણ ચાર ઈન્દ્રિયવાળા જીવની ગણનામાં આવે છે અને આગળ વધતાં તે પદ્રિય તિચિ થાય છે. કર્મપ્રચુરતા થતાં તે આગળ વધતે હઠી પાછે નીચે પણ ઉતરી જાય છે અને કર્મ ઘટતાં કે વખત મનુષ્ય પણ થાય છે. મનુષ્યગતિમાં તેને દેવગુરૂને ચુંગ થઈ જાય છે તે તે શુદ્ધ માર્ગનું આરાધન કરી પોતાની પ્રગતિમાં વધારો કરે છે. એવી રીતે ઉત્ક્રાન્તિ અપક્રાન્તિમાં નરક અને દેવલોકમાં દુખ સુખ પણ અનેક પ્રકારનાં અનુભવે છે. શુદ્ધ માર્ગને આશ્રય થતાં કેઈવાર તેની નિવિડ કર્મન્થિને ભેદ થાય છે અને આ ભેદ થયા પછી તેને સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે. પછી વ્રત પરચ ખાણ ત્યાગ વૈરાગ્ય ચેગાદિ કાર્યથી વિરતિભાવને તેના સવિશેષ રૂપમાં પામી ઉચ્ચ આચરણ કરી અપ્રમાદીપણે શુદ્ધ ચારિત્ર પાળતાં કર્મનો ભાર ઓછો કરતે જાય છે અને છેવટે શુદ્ધ કેવલ્યજ્ઞાન જ્યારે તેને પ્રાપ્ત થાય છે ત્યારે તે સચરાચર જગતના ત્રિકાળ ભાવે પ્રત્યેક સમયે જાણે દેખે છે. છેવટે શેષ અલ્પ કર્મમળ હોય છે તેને પણ ક્ષય કરી અજરામરપદ પ્રાપ્ત કરે છે. આવી રીતે મોક્ષમાં ગયા પછી ત્યાં તેની સાદિ અનંત કાળ સુધી સ્થિતિ થાય છે, તેને સંસારમાં ફરીવાર આવવું પડતું નથી અને ત્યાં તે સચ્ચિદાનંદ સ્વરૂપે અનત આત્માનંદ પ્રાપ્ત કરે છે અને તેમાં રમણ કરે છે. આવી રીતે આત્માનો ભેદભેદ સ્વીકારનાર સ્યાદ્વાદ શૈલી જે ચેતનજીની ઉત્ક્રાન્તિ બતાવે છે તે સમજીને વિચારવા યોગ્ય છે. એ મતમાં તત્વ સાત અથવા નવ છે. ચૈતન્ય સ્વરૂપ જીવ અને જહ તે અજીવ, કર્મપ્રકૃતિને ચેતન સાથે મળવાનો માર્ગ-પ્રયુલિકા તે આશ્રવ, તેને અવરોધ કરવાનાં કારણે તે સંવર, આત્મા સાથે લાગેલ કર્મમળને ખખેરી નાખવે તે નિશ, તેને સંગ થ તે બંધ અને તેનો સર્વથા ક્ષય કે તે એક્ષ • ઈન્ડિયા પાચ છે સ્પરન, રસના, નાસિકા, ચક્ષુ અને શ્રોત્ર
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy