________________
ચાળીશમુ] વિચિત્ર આત્મવાદમા શુદ્ધ પતિદર્શન. ૩૮૭ તરીકે કળે છે. દરેક શરીરે આત્મા પૃથક પૃથક છે, ભિન્ન ભિન્ન છે, કેઈ સર્વવ્યાપી આત્માને તે અંશ નથી પણ પ્રત્યેક વ્યક્ત છે, સિદ્ધ દશામાં પણ પ્રત્યેક આત્માનું ભિશત્વ પૃથક પૃથફ અવગાહનારૂપે સ્પષ્ટ ચક્ત અને ભિન્ન રહે છે એ પૃથ આત્મવાદ છે. એ પ્રત્યેક આત્મવાદરૂપ અથવા પૃથક્ આત્મવાદરૂપ પતિ મને અતિ પ્રિય લાગે છે અને બીજાં દર્શનની જુદી જુદી આત્મા સંબંધી જે માન્યતા છે તે મને ઈષ્ટ લાગતી નથી એમ શુદ્ધ ચેતના –આત્માની પત્ની અત્ર કહે છે. હવે આત્માના સ્વરૂપ અને ઉત્ક્રાન્તિને અંગે આ દૃષ્ટિથી જૂદા જૂદા સંપ્રદાયની માન્યતા કેવા પ્રકારની છે તે સંક્ષેપથી અત્ર વિચારીએ. વાત એમ છે કે ભિન્ન ભિન્ન દર્શનકારે આત્માના અનેક પ્રકાર કપે છે, તેની ઉત્ક્રાન્તિ અને છેવટની સ્થિતિને અને જુદા જુદા વિચાર બતાવે છે. કેઈ આખા વિશ્વમાં એક સર્વવ્યાપી આત્માને માની માયાથી તેના પૃથક્ ભેદે થયેલા સમજે છે અને અંત્ય અવસ્થામાં જોતિને વિસ્ફલિગ–તણખે જુદે જણાય તે પાછો
ન્યાતિમાં ભળી જાય છે, પરંતુ પ્રત્યેક આત્મા જૂદા નથી, જુદા દેખાતા હતા તે માયાથી લાગતા હતા. વળી કઈ સર્વ કાર્યના કર્તા હર્તા ઈશ્વરને માને છે અને કહે છે કે પ્રત્યેક જીવનું કાંઈ કર્યું કે ધાર્યું થતું નથી. આ પ્રમાણે સુખદુખ દેનાર ઈશ્વરને કલપી આત્માની શક્તિને દબાવી દે છે અથવા તેની શક્તિને નકામી બતાવી ઈશ્વરછાને બળવાન બનાવે છે, વિગેરે વિગેરે આત્મા સંબંધી અનેક પ્રકારની માન્યતા છે તે સંબંધમાં પ્રત્યેક દર્શનકારે શું કહે છે તે અને સાથે તે દર્શનેને જણવનાર મહાત્માઓને જરા સંક્ષેપથી વિચારીએ.
જેને મતમાં જિનેન્દ્ર દેવતા છે જે રાગ દ્વેષથી રહિત છેમેહ મહા મલને હણનાર, કેવળજ્ઞાન અને કેવળ દર્શનયુક્ત છે, તેઓ સુરાસુરથી પૂજ્ય, સદભૂત અર્થના પ્રકાશક અને સર્વ કર્મને ક્ષય કરીને પરમપદ પામેલા છે. અનાદિકાળથી ખાણમાં રહેલ સુવર્ણ સાથે જેમ મળ લાગેલ છે તેમ આત્મા સાથે કર્મ લાગેલાં છે, તેને ક્ષય કરી આત્માના સહજ ગુણ જ્ઞાન-દર્શન–ચારિત્ર પ્રગટ કરવા માટે પરમ પુરૂષાર્થ કરવાની જરૂર છે. સુવર્ણ જેમ ખાણમાં માટીથી આવૃત હોય ત્યારે પણ