________________
૩૫ર • આનંદઘનજીનાં પદે.
[ પદ આઠ કર્મ તથા તેની ઉત્તર એક અઠ્ઠાવન પ્રકૃતિરૂપ છાણુની ધૂણી બનાવું, આ જીવને સંસારમાં રખડાવનાર, અનેક પ્રકારની ઉપાધિ કરાવનાર અને સંસારમાં રક્ત રાખનાર કર્યો છે તે સર્વ કર્મપ્રકૃતિ આત્મા સાથે ક્ષીરનીર ન્યાયે મળી રહે છે, તે બધી પ્રકૃતિઓને ચગી જેમ છાણ ખડકીને તેની ધુણી બનાવે તેવી રીતે તેને ગોઠવીને તેની નીચે ધ્યાનઅગ્નિ સળગાવું. ધર્મધ્યાન અને શુકલધ્યાન એ બે શુભ સ્થાને છે. તેમાં ધર્મધ્યાનના આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિય એ ચાર ભેદ છે, તેમાં પિડી, પદ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર વિભેદે ધ્યેય છે. ત્યાર પછી શુક્લધ્યાન–મહાઉત્કૃષ્ટ ધ્યાન કરવામાં આવે છે જેના પૃથક વિતર્ક સપ્રવિચાર, એકવ વિતર્ક અપ્રવિચાર, સૂફમયિા અપ્રતિપાતિ અને સમુચ્છિન્ન કિય અનિવૃત્તિ એવા ચાર પાયા છે. ધર્મધ્યાન તથા શુકલધ્યાનના એકેક વિભાગમાં જેમ જેમ આગળ આગળ વધારે થતું જાય છે તેમ તેમ અનેકગુણ કમની નિર્જરા થતી જાય છે, આત્મપ્રદેશે લાગેલાં કમોં પોતાનું ફળ જણાવ્યા વગર સ્વતઃ ખરી પડે છે. એને જૈન પરિભાષામાં પ્રદેશદય કહેવામાં આવે છે) કર્મને નાશ કરવાનો પ્રબળ ઉપાય ધ્યાન છે, નિર્જરા કરવા માટે બાહ્ય અને અલયતર તપ જ સાધન છે અને તગત અભ્યતર તપમાં ધ્યાન મુખ્ય ભાગ બજાવે છે. એના પર કાંઈક વિચાર છઠ્ઠા પદના વિવેચનમા કયો છે અને વિશેષ હકીકત ઉપદઘાતમાં પણ લખી છે. વિશેષ રૂચિવતે શ્રીરોગશાસ્ત્ર વિગેરે ગ્રન્થથી વધારે હકીકત જાણું લેવી. અત્ર કહેવાની હકીક્ત એ છે કે કર્મરૂપ ઇધનને ધ્યાનઅગ્નિથી બાળી દેવાં અને તેને એવાં બાળવાં કે તેમાં કઈ ભાગ પણુ કાચા રહે નહિ, સર્વ કમોને બાળીને તેની રાખ કરી નાખવી. જેમ જેમ ધર્મ અને શુક્લ સધ્યાનમાં વધારે વધારે પ્રવેશ થતું જાય છે અને ચેતનજી તેમાં પ્રગતિ કરતા જાય છે તેમ તેમ તેને કર્મને ભાર ઘટતે જાય છે અને તcવગુફામાં જે દીપક તે જુએ છે તેની નજીક નજીક તેનું ગમન થતું જાય છે. છેવટે જ્યારે શુકલધ્યાનના ચોથો પાયાપર આરૂઢ થાય છે ત્યારે દીપકની બાજુમાં તે ચાલી જાય છે અને અનંતર સમયે તે દીપક સુધી પહોંચી જાય છે. તે પ્રીતમજી! આવા