________________
૩૧૨
આનંદઘનજીનાં પટ્ટા,
[ પદ
માટે તમે જરા તેઓને મળીને મારે મંદિરે પધાવા. તે મારું વિચાગદુઃખ ભાંગી નાખે એવા કાઈ માર્ગ કરી આપી કે જેથી મારી પીડા મટી જાય.’ આવી વિરહિણી સ્ત્રીની અવસ્થાને ખરાખર બેસતા આવતા આ પદ્યને સુમતિ અને અનુભવના સંવાદ્યરૂપમાં સમજાવી શકાશે, એ શૃંગાર અને શાંતરસમિશ્રિત પદ્મના ભાવ હવે વિચારીએ.
અનુભવ મીંઠા મિત્ર! તમે મારા અને મારા પતિના યુદ્ધ મિત્ર છે, પ્રિય સ્નેહી છે. (અનુભવ અને સુમતિ તે સાથે જ રહે છે અને ચેતનજીને તેની શુદ્ધ દશા તરફ્ પ્રયાણ કરવાની સાચી સલાહ આપનાર મિત્ર પણ એ જ છે. તેથી અને ચેતનજી પાસે તેની સલાહનું વજન રહેતું હાવાથી તથા બન્નેના મેળાપ કરાવી આપવામાં અનુભવ કુશળ હાવાથી સુમતિ તેને કહે છે) હું યિરજી! તમે મારા પતિને લાવીને તેના મારી સાથે મેળાપ કરાવી આપો. જો તમે આવીને જરા તસ્દી લે અને મારા પતિ સાથે મેળાપ તેમને સમજાવીને કરાવી આપા તે પછી પતિને હું મારે વશ રાખી તેને આનંદ કરાવું અને પછી તેના અને મારી બહેન શુદ્ધ ચેતનાના સંચાગ થતાં ભવની ભાવ ભાંગી જાય અને પતિ એકરૂપ થઇ જાય. હાલ તે વિરહકાળમાં મારી શી દશા થાય છે તે અનુભવ મિત્ર! જરા સાંભળે અને તેમાંથી તમને ચેાગ્ય લાગે તે મારા પતિને કહે.
ચાતકપક્ષી જેમ વરસાદ્યની રાહ જોઇ પીઉ પીઉ' કરી મૂકે છે, મતલબ વાઁસમય નજીક જોઈ અપૈયા જેમ તેને માટે આતુરતાથી આરકે છે તેવી રીતે પતિને મળવાના ઉત્સાહુથી અને આતુરતાથી હું પતિના નામની જપમાળા જપુ છું, આખા વખત પતિ, પતિ એમ જાપ કર્યો કરું છું અને જેમ અપૈયે વરસાદની રાહ જોઈ તેની જપમાળા લઇ તેનુ નામેાચ્ચાર કરી તેના આવવાની વાટ જુએ છે, તેમ હું પણ પતિઆગમનનો વરસાદ પેઠે રાહ જોઉં છું. આટલું કરતાં છતાં અનુભવ મિત્ર ! તમે પતિને સમજાવીને મેળવી આપતા નથી. મારા જીવ તા પતિના દર્શનનું પાન કરવા માટે તરસ્યો થઈ રહ્યો છે, મારા મનમાં પતિના દર્શનની ઉત્સુકતા છે, ચક્ષુમાં પતિર્શનની કામના છે, કાન પતિના શબ્દ સાંભળવા આતુર છે અને મારું આખું અગ પતિમેળાપના વિચારથી કંપ્યા કરે છે તેથી જાણે મારા પ્રત્યેક