________________
૨૮૮
આનંદઘનજીનાં પદે.
પદ ભાવમત્સ્ય પુરાણમાં એવી કથા છે કે દેવતાઓએ મેરૂ પર્વતને મંથન દંડ અને વાસુકી સર્પનું દોરડું બનાવી તેને શોધવા માટે સમુદ્ર જે રત્નાકર-રત્નની ખાણ કહેવાય છે તેનું મંથન કર્યું અને તેમાંથી ચૌહરને બહાર કાઢ્યાં જેનાં નામ નીચેનામાં બતાવ્યા છે.
लक्ष्मीः कौस्तुभपारिजातकहरा धन्वन्तरिचन्द्रमा:, गाव: कामदुधाः सुरेपरगजा रंभादि देवाङ्गना; मध सप्तमनो विपं हरियन शस्रोऽमृतं चाम्बुधे,
रत्नानीह चतुर्दश प्रतिदिनं कुर्यः सदा मङ्गलम् ॥ - લક્ષમી, કૌસ્તુભ રત્ન, પારિજાતક પુષ્પ, સુરા (મદિરા), ધન્વન્તરિ વૈદ્ય, ચંદ્ર, કામદુધા ગાય, ઐરાવણ હાથી, ઉભા વિગેરે દેવીગના, સાત મુખવાળો અશ્વ, વિષ (કાળક્ટર), ઇંદ્ર ધનુષ્ય, શંખ અને અમૃત. આ ચૌદ રત્ન મંથન કરીને શોધી કાઢ્યાં, તે દંતકથા ઉપર આ ગાથામાં ઉપમાન કરી બતાવ્યું છે. ઉપરના શ્લોકમાં જોયું હશે કે ચૌદ રતમાં પ્રથમ લક્ષ્મી પ્રાપ્ત થઈ છે. સ્થૂળ લક્ષ્મીને તે લક્ષ્મીનું નામ આપવું તદ્દન અય છે એ ઉપરની ગાથામાં વિસ્તારથી જોઈ ગયા. જે નિરંતર પિતાના પતિનું સુખ વધારે, તેના હિતનું ચિંતવન કરે અને પતિને રાજી રાખવા જે નિરંતર પ્રયાસ કરે એનું નામ જ લક્ષમી કહી શકાય અને સમતા એ એવા પ્રકારની લક્ષ્મી છે તેથી તે જ લમી કહેવરાવવાને યોગ્ય છે.
આ સમતા રત્નાકરની દીકરી છે. અનંત જ્ઞાન દર્શન ચારિત્રાદિ અનેક રત્નના આકર ચિદાનંદઘન સ્વરૂપી ચેતનજીમાંથી તે નીકળી છે અને તેથી તે રત્નાકરની દીકરી છે એમ સમજવું. તે ચારિત્રરત્નના એક વિભાગ તરીકે તન્મય છે એમ સમજવું. હવે જ્ઞાનરનના એક વિભાગ તરીકે અનુભવ જેનું સ્વરૂપ આપણે આગળ ખડુવાર વિચારી ગયા છીએ તે છે. સદસહિક કરી વસ્તસ્વરૂપને તેના યથાર્થ આકારમાં બતાવનાર આ અનુભવજ્ઞાનરૂપ ચંદ્રમા પણ ઉપરોક્ત રત્નાકરમાંથી નીકળે છે તેથી રત્નાકરની પુત્રી સુમતા અને પુત્ર અનુભવ એ બન્ને ભાઈ બહેન થાય છે. -
હવે ઉપરોક્ત રત્નાકરમાં કાળક્ટ વિષ પણ છે. અશુભ ધ્યાનનું શાન થવારૂપ હાલાહલ ઝેર ત્યાં છે. રત્નાકરની શુદ્ધ સ્થિતિમાં અશુભ