SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ર આનંદધનજીનાં પદે. [પદ સર્વથા ત્યાગ કર, મનથી પણ તેની ઈચ્છા ન કરવી. જેઓ ચાગમાર્ગમાં પ્રવેશ કરવા ઈચ્છા રાખતા હોય તેમણે પ્રહાયે પ્રથમ દરજે અવશ્ય પાળવું જરૂરનું ગણવામાં આવ્યું છે, કારણકે તેથી વીર્યહાનિ અટકી શરીર મજબૂત બને છે અને તેથી મનની અવ્યવસ્થિત સ્થિતિ, કુરમ વિગેરે અવસ્થા મટી જઈ તે સ્થિર બને છે. અથવા બ્રહ્મ શબ્દથી શુદ્ધ સ્વરૂપ સમજવું. શરીરરૂપ ભઠ્ઠી ઉપર આ બ્રહ્મરૂપ અગ્નિને સળગાવીને તેપર મનરૂપ ચાલો મૂકો અને પછી સ્વરૂપ પામવાને પ્રેમ અભિલાષરૂચિરૂપ મસાલો તેમાં નાખીને તે રસને ખૂબ ઉકાળવે અને તેને જ્યારે એ કસ રહે ત્યારે તે સવને પી જવું-પીધા કરવું. આથી અનુભવની લાલી જાગ્રત થશે. અહીં પ્રેમ મસાલો નાખવાનું કહ્યું છે તેને વાસ્તવિક અર્થ Lore, સર્વ જી તરફ બધુબુદ્ધિ, કેઈને પણ નુકશાન કરવાની વૃત્તિથી દૂર ખસવાપણું અને કેઈ પણ જીવનાં દુઃખો જોઈને ત્રાસ અને પિતાને ભેગે પણ અન્ય ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ એ થાય છે. એવા પ્રેમરૂપ મસાલાને જ્યારે અનુભવરસમાં નાખીને મનરૂપ પ્યાલે જે તે રસને અને મસાલાને ધારણ કરે છે તેને તે સ્વરૂપવિચારણારૂપ દેગમાં નાખી તેમાં રૂચિરૂપ મસાલા નાખે, પછી રેચક, પૂરક, કુંભક વિગેરે શ્વાસે શ્વાસવર્ડ પાન અપાનાદિ પવનના ઉપર નીચે થવારૂપ ઉકાળાથી તેમાં જે નકામું જળ હોય તેને દૂર કરી, મતલબ તેની અંદર જે શ્રેષરૂપે કચરે હોય તેને સળગાવી ચૂકી છેવટે જે શુદ્ધ પ્રેમ મસાલાદાર રસ રહે તેને જરા ઠંડા પડવા દઈ જ્યારે તેને પીવામાં આવે ત્યારે સર્વ પદાર્થ તરફ નિરિછકપણુથી પ્રગટેલ ઉન્મત્તતા અને તેથી પ્રગટેલી અનુભવની લાલી આંખપર, સુખપર અને શરીરપર દેખાય છે. આવા રસનું પાન કરનારનાં કાર્ય, વચન કે કિયા જોયાં હોય તે તેમાં બાહા કે અંતરંગ સ્વરૂપમાં તપવૃત્તિ એટલે અનુભવરસની લાલી-એકાગ્રતા સ્પષ્ટ રીતે જોવામાં આવે છે. ચેતન! તું પારકી આશા કરી ઘર ઘર રખડી પાછા પડે છે, દુખ અમે છે અને તે કોઈ પ્રાપ્ત કરી શકતું નથી તેને બદલે આ તારી પાસે રહેલ રસમાં મસાલે નાખી પીએ તે આ ઠંડીના દિવસે હોવાથી તેને લાભ બહુ થશે, તારા આત્મિક શરીરપર લાલી આવશે અને તેને સર્વ પ્રકારની પુષ્ટિ થશે.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy