SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ આનંદઘનજીનાં પદો. [પદ તત્વનિશ્ચય અને નિર્મમતપણું પ્રાપ્ત થાય છે, પણ જ્યાંસુધી આશારૂપી દાવાનળ હૃદયમાં બળ્યા કરે છે ત્યાંસુધી મહાદુઃખદાવાનળની શાંતિ થતી નથી. દેના સવામી ઈદ્ર સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત કરીને પણ જે વિશેષ પ્રાપ્તિની આશાથી બદ્ધ હોય તે વાસ્તવિક રીતે તે જરા પણ સુખી નથી. નિરાશીભાવ ધારણ કરનાર પ્રાણીનું અતઃકરણ ચપળતા છોડી દે છે, તેના ઇઢિયહસ્તીઓ વિક્રિયાને તજી દે છે અને તેને કષાયઅગ્નિશાંતિ પામે છે”(જ્ઞાનાર્ણવ-પ્રકરણ સતરમું) પૂજ્યપાદ શ્રીમદવિજયજી ગ્રાનસારના બારમા નિસ્પૃહાબુકમાં લખે છે કે પિતાના સ્વભાવનનિજ ગુણની પ્રાપ્તિ ઉપરાંત બીજું કોઈ પણ પ્રાપ્ત કરવા ચગ્ય નથી. એવી રીતે આત્મઐશ્વર્યથી સંપન્ન મહામુનિ તદ્દન નિસ્પૃહ થઈ જાય છે. બિચારા પારકી આશાવાળા પ્રાણીઓ હાથ જોડી જોડીને પ્રાર્થના કરે છે, ઘરે ઘરે ભિક્ષા માગે છે, પરંતુ અનત જ્ઞાનપાત્ર પ્રાણું તે આખા જગને તરખલા તુલ્ય જુએ છે. વિદ્વાન માણસે યુદગળમાં આનંદ લેનારી રતિની સાથે પ્રીતિ કરનારી સ્પૃહાને હયમંદિરમાંથી બહાર ધકેલી મૂકવી જોઈએ. સ્પૃહાવાળા પ્રાણીઓ તરખલા અથવા રૂની પેઠે તદ્દન હલકા લાગે છે, છતાં સંસારસમુદ્રને તળીએ જઈને બેસે છે એ મેટી નવાઇની હકીક્ત છે! નિસ્પૃહી પ્રાણીને જમીનપર શમ્યા કરવી પડતી હોય, ભિક્ષાથી જેવું મળી આવે તેવું ભેજન કરવાનું હોય, જીર્ણ વસ્ત્ર પહેરવા મળતાં હોય અને જંગલરૂપ ઘર વાસ કરવા માટે હોય તે પણ તેને ચક્રવર્તી કરતા વિશેષ સુખ છે. પારકી આશા એ મોટું દુઃખ છે અને નિ:સ્પૃહીપણું એ હું સુખ છે. સુખ અને દુઃખનું આ ટુંકામાં અંદાસર લક્ષણ સમજવું ઉપાધ્યાયજીનાં છેલ્લાં વચન વિશેષ રીતે સમજવા યોગ્ય છે અને તેજ આ પદને વિષય છે. આનંદઘનજી મહારાજ કહે છે કે હે ચેતના તું પારકાની આશા શામાટે કરે છે? તને બીજા કોઈ શું આપવાના છે? તે અન્ય માણસ પાસેથી અથવા અન્ય વસ્તુની આશા કરે છે પણ તેમાં તારું શું વળવાનું છે? તારું છે તે તે તારી પાસે જ છે, તારામય જ છે, તે પિતે જ છે. માટે પરની આશા છેડીને
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy