SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાવીશમુ] મતઆસક્તિને બહિરાત્મભાવ. ૨૪૯ રમણ કરતા આનંદસ્વરૂપ ભ્રમરને ઓળખે. તમે ખગપને ગગનમાં અને મીનપદને જળમાં શોધવા જશે એમાં કાંઈ વળવાનું નથી, એવા બહિરાત્મભાવમાં તે આ ચેતન અનેક વખત વત્યો છે, પણ તેનું એક પણ વાસ્તવિક કામ થયું નથી, પરંતુ જ્યારે તમારા હદયકમળમાં રહેલ અંતરાત્માની શોધ થશે, મનને વૈરાગ્યાદિથી નિર્મળ કરી તેમાં જ્યારે આત્મસ્વરૂપનું પ્રતિબિંબ જોવામાં આવશે ત્યારે તેની ગંભીરતા તમારા લક્ષ્યમાં આવશે. આનદઘનજી મહારાજ ધર્મનાથના સ્તવનમાં કહે છે કે હત દેહત દેહત દેડીયા, જતી મનની દેહ-નેસર પ્રેમપ્રતીત વિચાર કડી, ગુરૂગમ જેરે જેહ-જિનેન્સર ' ધર્મ જિનસર ગાઉં, ઉગશે. એ નિયમ પ્રમાણે આ તે આત્મરવરૂપ થવાની ઉલટમાં મન જ્યાં જ્યાં દોડાવે ત્યાં ત્યાં દેડ્યો જ જાય છે, અટક્તા નથી, પણ તે બંધુ તારે આત્મસ્વરૂપ સમજી આ બહિરભાવ ત્યાગ કરાય તે સશુરૂ પાસેથી તેનું સ્વરૂપ સમજી તારા પિતાની પાસે જે પ્રેમની પ્રતીત થાય તેમ છે તે જરા વિચારીને જે. અતરાત્મભાવ પ્રાપ્ત કરવાની અત્ર કુંચી બતાવી છે. હૃદયકમળને વૈરાગ્ય શુદ્ધ જળથી સાફ કરી તેની ઉપર રમણ કરતા સત્, ચિત્ અને આનંદવરૂપ બ્રમરાને શોધવે, એને શોધીને તન્મયપણે તપિવિહાર કરે એ અંતરાત્મભાવ છે. ઉપર ઉપરથી રામ રામકે બીજા કોઈ પણ જાપકરવામાં આવે તેમાં કાંઈપણ વળવાનું નથી, મતલબ એથી કદાચ સહજ પુણ્યપ્રાણિરૂપ લાભ થાય છે તે કાંઈ મિસાતમાં નથી. કમનશીબે આવી રીતે બહિરાત્મભાવમાં વર્તતા પ્રાણીઓમાં પિતાના મતને માટે એટલે બધો આગ્રહ થઈ જાય છે કે પછી તે અન્ય મતમાં સત્યનું કાંઈ વરૂપ કે અંશ છે એટલું પણ દેખી શક્તા નથી, એટલેથી પણ ઘણીવાર અટકતું નથી, પણું પછી ધર્મ, મત કે પંથને નામે અનેક પ્રકારની લડાઈઓ કરવામાં તેઓ ધર્મ માની બેસે છે અને એવા ધસિંહ ગણાતા સામાન્ય રીતે સાવિક પ્રકૃતિના દેખાતા માણસે પણ ધર્મને નામે એવા ઝગડામાં ઉતરી જતા જણાય છે કે પછી ધર્મ પણ એક પ્રકારની દુનિયાદારી જ થઈ જાય છે. આર્યાવર્તને ધાર્મિક
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy