________________
આનંદઘનજી અને તેને સમય. થય પણ શેઠન હતા તેથી તેને પણ ત્યાગ કરી દીધો. આ પ્રમાણે વાત ચાલે છે એમ મને પં. ગભીરવિજયજીએ કહ્યું હતું અને મેડતામાં પણ આને મળતી વાત અતાપીત ચાલતી જણાય છે આ વાત સત્ય હોય તે તેપરથી બહુ બોધ મળે તેમ છે. અપ્રમત્ત અવરથાના ખપી સર્વવિરતિ ધારણ કરનાર મુનિ અમુક શ્રાવકના રાગી થઈને પોતાની જે સ્થિતિ નીપજાવે છે તેને જેને અનુભવ થયો છે તે આ વાતમા બતાવેલી નમુનેદાર નિરપૃહતાની વાસ્તવિક કિમત બહુ સારી રીતે સમજી શકશે. સાધુજીવન ગાળવાનો નિયમ કરનાર મુનિ ગ્રહસ્થના સંગમાં આવી કેવા કેવા પ્રતિબધમા પડી જાય છે તે વર્તમાન દુર્દશા જેનારને સમજી શકાય તેમ છે, તેનું અવલોકન કરનારને નવીન જાણવાનું રહેતું નથી અને ખાસ કરીને આગેવાન શેઠ અને ઉપાશ્રયના માલેક માટે સહજ વાટ જોવી એ સાધારણ રીતે જોતાં સામાન્ય છે છતા એવી બાબતમાં પણ દરકાર ન કરનાર, સાધ્ય સિવાય અન્ય બાબતમાં જરા પણ વિચાર કરવાની જરૂરીઆત પણ ન સ્વીકારનાર નિસ્પૃહી મહાપુરૂષના વિશુદ્ધ વર્તન પર આપણને સહજ આકર્વણુ થઈઆવે છે અને આપણું મનમા તેમને માટે પૂજ્ય ભાવ ઉત્પન્ન થાય છે. પર્યુષણમાં શહેર છોડી ચાલ્યા ગયા હશે અને જે અવસ્થા આનદઘનજીએ ધારણ કરી હશે એ વાતમાં કદાચ સંપ્રદાયથી શંકા આવે તેવું રહે છે, પણ ઊંચી હદના પુરૂ પિતાને ચગ્ય વર્તન શું છે તે બહુ સારી રીતે વિચારી શકે છે અને તેમનું વર્તન પ્રસગાનુસાર, આત્માને ઉશત કરનાર અને સાધ્ય તરફ પ્રયાણ કરાવનાર જ હોય છે. વાત કેમ બની હશે અને તેમા સત્યના અશે કેટલા હશે તે કહેવું લગભગ અશક્ય જેવું છે, પણ એક વાત જે એમાથી તારવી શકાય તેવી છે તે એ છે કે આપણુ ચરિત્રનાયક તદ્દન નિસ્પૃહી હતા, પારકી આશા કરનાર કે અન્યથી દબાઈને કે તેની શરમથી વર્તન કરનાર નહોતા. આવી વૃતિ થવી એ આત્માની અતિ ઉદાત્ત દશા સૂચવે છે.
નિસ્પૃહતાનું એક વિશેષ દષ્ટાન્ત:નિસ્પૃહદશા બતાવનારી એક બીજી પણ વાત સંપ્રદાયથી આનંદઘનજીના સબંધમાં ચાલી આવે છે એમ મને ૫ ગંભીરવિજયજીએ કહ્યું હતું. વાત એમ બની કહેવાય છે કે મેડતા શહેરમાં એક વખત આનંદઘનજી ચતુમસ થિત થયેલા