SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ પચીસમું.] મનમેળાપીને મળવાની આતુર આકાંક્ષા. ૨૫ એક બીજું ખાસ સુહાનું કારણ છે અને તે એ છે કે આવી અગત્યની બાબતમાં જે તે વાત શું કરવી અને કેટલી કરવી? જેથી દુઃખ મટવાનો જરા પણ સંભવ નથી તેની પાસે આવી અંતરગતની બાબતમાં રેરણા લેવાથી લાભ શું થવાને છે અને વાત પણ એક બે ચાર કહેવાની હોય તે ઠીક, હજારે વાત કહેવાની, હજારો પ્રકારના અનંતા અનુભવ વિભાવદશામાં થયેલા તે સર્વ કહી સંભળાવવાને હવે વખત આંચે છે તે સંત પુરૂષ વગર સાંભળે કેશુ? અને સાંભળીને વળી તેને ઉપાય કેણુ બતાવે? એ તે સદારામ સાંભળનાર હોય અને પાસે પ્રજ્ઞાવિશાળા અને અગ્રહીતસંકેતા છેડેલા હોય ત્યાં આવી ભવ્ય પુરૂષ સમક્ષ જ્યારે સંસારી જીવ અંતરગતની વાત કરે ત્યારે તેના અનુભવેને ખ્યાલ આવે, ઈંચને નિકાલ થાય અને હકીક્તને પરસ્પર સંબંધ, કાર્યકારભાવ અને પરિશુતિભાવ ખ્યાલમાં આવે. જેથી દુખ મટવાનું નથી તેઓ પાસે વાતે કરવામાં કઈ પ્રકારનો લાભ નથી. અથવા મારા મનમાં અનેક પ્રકારની વાત કરવાની છે તે હે સંતે! મારા નેહીઓ મળે તે તેઓને કહ્યું, દરેકની પાસે એવી વાતે કરવાથી લાભ શું? તેથી તે ઉલટા હલકા પડવાનું થાય છે. માટે તેઓ મને ક્યારે મળશે એ કહે. ઘરની વાત ઘરના માણસને કહેવી એ જ ઉચિત છે, જ્યાં ત્યાં બબડ્યા કરવું એ ડાહ્યા માણસનું કામ નથી. આ અર્થ પણ સમીચીન છે. હે સંત! મને અધીરજરૂપ વ્યાધિ થયેલ છે અને તેથી મને સ્થિરતા આવતી નથી, મન મુંઝાયા કરે છે અને એક સ્થાનકે ટકી શકતું નથી અને તેથી હું પણ અસ્તવ્યસ્તપણે રખડ્યા કરું છું. આ ન્યાધિ થયેલો માણસ તો કોઈ કશળ વૈદ્ય મળે તે જ જીવી શકે, નહિ તે તેના પ્રાણ જાય. જેમ કઈ માણસને મીઠી પેશાબને અથવા મધુપ્રમેહને ભયંકર વ્યાધિ થયેલ હોય તેનું જ્યારે બહુ વિદ્વાન વૈદ્ય પાસે નિદાન કરાવવામાં આવે તેને ભેદ સમજવામાં આવે ત્યારે જ તેની દવા થવાથી તે વ્યાધિગ્રસ્ત માણસ જીવી શકે છે, * આ સર્વ પ ઉપમિતિ ભવપ્રપંચો કથા ગ્રન્થમાં શ્રી સિદ્ધ ગણિએ ચિતર્યા છે તેના સંબંધમા ત્યા અનેક હકીક્ત અતિ માર્મિક અને વિચારવાલાયક રીતે બતાવી છે ૧૫
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy