________________
ત્રેવીશયું. ]
આનંદધનની અલક્ષ્ય ન્યાતિ.
૨૧૭
આવે છે તે એક હિંદુ તુલ્ય હોય તેપણુ તે માટા સમુદ્ર તુલ્ય થઈ જાય છે. આ બાબતમાં વિચાર કરવાથી સ્પષ્ટ હકીક્ત સમજાય તેમ છે. અમુક ક્રિયા, ધ્યાન કે ત્યાગની કિમત તે વખતે આત્મિક અધ્યવસાયની નિર્મળતા ઉપર આધાર રાખે છે. બાહ્ય સ્વરૂપે એકસરખી ક્રિયા કરનાર એ જીવમાંથી એક મહાકર્મબંધ કરે છે ત્યારે અન્ય તેથી મહા નિર્દેશ કરે છે. અનુભવરસનું પાન કર્યા પછી મન એવી ઉદ્દાત્ત અવસ્થા ભાગવે છે કે તેથી સાધારણ ધ્યાન વિગેરે કરવામાં આવે તેપણ તેનું પરિણામ અતિ વિશાળ થાય છે, કારણકે અનુભવજ્ઞાન થયા પછી સ્થિતિ ઉપર જણાવ્યું તેમ સિદ્ધદશા સમાન થતી જાય છે.
અથવા અનુભવજ્ઞાન થયા પછી ચેતનનું મનેારાજ્ય એવું વિશાળ થઈ જાય છે કે તે સમુદ્રમાં પડેલા ટીપાની પેઠે સમુદ્રમય વિશાળ થઈ જાય છે; અને પછી પેાતાના વ્યક્તિભાવ સ્થાપન કરવાની ઈચ્છા રહેતી નથી, અભિમાન કરવાની અભિલાષા રહેતી નથી; એ તા પોતાની જાતને એટલી વિશાળ સૃષ્ટિથી જોઇ શકે છે કે એના ખ્યાલ અનુભવ વગર આવવા પણ મુશ્કેલ છે. અથવા સિદ્ધશામાં જ્યારે તે પહોંચે છે ત્યારે ત્યાં સમુદ્ર સાથે પેાતાના આત્મબિંદુને મેળવી નાખે છે અને તેથી સામાન્ય દૃષ્ટિએ અમુક આત્માની વ્યક્તિ તરીકે અવસ્થાપના કરવી સુશ્કેલ જણાય છે. ( છતાં બિંદુ એ સમુદ્રમાં જ છે અને તે ત્યાં રહેવાનું જ છે. દિવ્ય જ્ઞાનથી તે હિંદુનું વ્યક્તિત્વ ત્યાં રહેલ છતાં પણ પ્રાપ્તવ્ય છે એ ધ્યાન મહાર જવું ન જોઇએ).
આવા આનંદના સમૂહમાં જે પોતાની ચૈાતિને સમાવે છે તે અલક્ષ્ય કહેવાય છે. જ્યેાતિ તે અત્ર આત્મસ્વરૂપની જ્ગ્યાતિ સમજવી. અલખવાદવાળા જેનું સ્વરૂપ લક્ષ્યમાં આવતું નથી એવા અલખમાં પેાતાની જાતને સમાવી દેવાનું શીખવે છે. પરંતુ એ અલક્ષ્યવાદનું વાસ્તવિક સ્વરૂપ એ છે કે આનંદના સમૂહમાં પોતાની આત્મન્યાતિને સમાવી દેવી, આનંદરૂપ થઈ જવું, આનંદ્યમય થઈ જવું, સિદ્ધ અવગાહનામાં પેાતાની આત્મચેાતિ સમાવવી એ અલક્ષ્ય સ્વરૂપની પ્રાપ્તિ છે. જેએ અલખવાદ સમજ્યા નથી તે ભલે ન્યાતિમાં તણખા મેળવવાનું કહી આત્મવ્યક્તિત્વના સંપૂર્ણ નાશ થવાનું માને,