________________
ગ્રંથાર્પણ.
અનેક ગુણગણલંત શ્રીમન્સુનિરાજ પંન્યાસ ગંભીરવિજયગણિજેઓએ વિશિષ્ટ ચારિત્ર પાળી અનેક પ્રાણુને બોધ આપી જૈન પ્રજાપર ખાસ ઉપકાર કર્યો, જેઓએ આ પદેને યથાર્થ ભાવ સમજાવી આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનું ખાસ સાધન ચોજી આપ્યું અને જેઓનો આગમબોધ અતિ વિશિષ્ટ હેઈ ભવ્ય પ્રાણીવર્ગને આનંદજનક અને બેધક હતો તે મહાપુરૂષના નામ સાથે આ ગ્રંથ જોડી મારા આત્માને કેટલેક અંશે પવિત્ર, કૃતાર્થ અને અનુણી થયેલો માનું છું.
મૌક્તિક
પ્રસિદ્ધકર્તા શા. કુંવરજી આણંદજી. શ્રી જૈન ધર્મ પસારક સભા, ભાવનગર