SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરીશ.] આનદાનની અલક્ષ્ય જાતિ. ૨૧૧ જરૂર છે તે પ્રગટ કરી તમારી સ્થિતિ જુઓ વિચારે, સમજે. એ સ્વરૂપવાન પ્રાપ્ત કરવામાં અને અનુભવલિકા વિકQર કરવામાં તમારે એક મુદ્દાની બાબત સંભાળવાની છે તે કહું છું તે સાંભળે, તમે અત્યારે અનુભવજ્ઞાનની કળી કેવી રીતે જાગ્રત કરી છે તે તે તમે જાણે છે. માયારૂપ દાસી અને તેના કુટુંબને કબજે કરી લઈને એક કે દેઢ દિવસ સુધી તેને ઘેરી લઈ તમે જરા અનુભવજ્ઞાન પામવા લાગ્યા છે એ તમારા ધ્યાનમાં ખાસ રહેવું જોઈએ. તમે સારી રીતે જાણે છે કે માયા દાસી અને તેના કુટુંબીઓ ધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ વિગેરે એવાં ખરાબ છે કે તમારે અને અનુભવને કદિ મેળાપ થવા દેતાં નથી, તેને જ્યારે તમે એક દેહ દિવસ સુધી જરા પણ જેરમાં આવવા ન દીધાં ત્યારે તમને અનુભવરસનું ટીપું પ્રાપ્ત થયું છે. એથી તમે સમજી લેજો કે જે તમારે અનુભવરસના ગાલા પીવા હોય તે એ માયા દાસી અને તેનાં કુટુંબીઓને જરા પણુ અવકાશ આપતા નહિ. તમે તેને જેમ અવકાશ આપશે, જેટલે અવકાશ આપશે તેમ અને તેટલે અંશે તમારી અનુભવકલિકા બીડાતી જશે. માટે તમારે મનમાં દઢ નિશ્ચય કરો કે આ વખત અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવા ચગ્ય છે અને તેને માટે ઇંદ્રિયના વિષયની નજીક જવા લાયક નથી અને કષાયોને કબજે કરવાની ખાસ જરૂર છે. એક દેઢ દિવસ એ અલ્પ કાળ બતાવનાર શબ્દ છે. એને ખાસ ભાવ કાંઈ હોય એમ જણાતું નથી. એટલા અલ્પ સમયમાં કલિકા વિકરવર થઈ છે તે પછી પ્રયાસ કરી વિન્ન કરનાર ભાવેને નિરંતર ઘરી રાખવા એ કર્તવ્યપ્રેરણું સુરસ્પષ્ટ રીતે અત્ર બતાવી છે. जनम जरा मरन वसी सारी, असर न दुनिया जेती; दे ढवकाय* नवा गमें मीया, किसपर ममता एती. अवधू० २ • “મેટવકયાય એ પાઠ એક પ્રતિમા છે ૨ જરા વડપણ વસી વશ, કબજે સારી કરી અસર દેર જેતી જેટલી દુનિયા દુનિયામાં રહેનાર લોકો દે ઢવકાય નવા ગમે એમ પદચ્છેદ કર્યું છે તેને ન ગમે તે તેને ધમકાવી નાખ, જન્મ જરા મરણ૩૫ ઘરને પાડી નાખ એની એટલી.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy