SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ આવીશમું.] આનંદઘનના આગમનું અગમ્ય સ્વરૂ૫. ૨૭ * આનંદઘનજી મહારાજનાં સર્વ પદ્યમાં એક વાત જોવામાં આવી હશે અને તે એ છે કે બહુ લાગે છેલ્લી અથવા તેની આગળની પંક્તિમાં તેઓ તેનું રહસ્ય બતાવી આપે છે. તેવી રીતે આ આખા પદને ભાવ બતાવતાં છેલ્લી પંક્તિમાં જૈનશાસ્ત્રને સાર તેઓ બતાવે છે. આ સર્વ સબંધ ચિરસ્થાયી છે, શાશ્વત છે, અનાદિ કાળથી તે પ્રમાણે છે એમ વિચારે, એ વચનમાં રટણ કરે, તલ્લીન થઈ જાઓ એટલે જે સુશ્કેલી તમને થઈ છે તે સર્વ દૂર થઈ જશે. તમે ખુદાએ પૃથ્વી બનાવી એમ માનશો કે પરમેશ્વરકૃત તેને માનશે તે જડમાંથી ચૈતન્ય કેમ બને? બનાવવા માટે વર્તઓ જઈએ તે ક્યાંથી આવી? તેને કે અને ક્યારે બનાવી? પ્રભુને એ વરતુ બનાવવાનું, માયાસ્વરૂપે વ્યક્ત થવાનું અને ન્યાયાધીશની જગે પોતે રાખવાનું પ્રયોજન શું? વિગેરે અનેક સવાલ ઉત્પન્ન થશે તેને ઉત્તર તમે આપી શકશે નહિ, તેમાંના એક પણ પ્રશ્નને ખુલાસા સતિષકારક રીતે આપી શકશે નહિ અને તમે અનવસ્થા વિગેરે અનેક હેવાભાસમાં અટવાયા કરશે. અનાદિ અનંત ભાવ માનવાથી આ સર્વ પ્રશ્નનું એક સાથે નિરાકરણ આવી જશે. અન્ય ધર્મમાં ચિર સ્થિતિ, ઉત્પાદ અને પ્રલય માનવામાં આવે છે તેમાં બહુ વિરોધ આવે છે. સમય સમય ઉત્પાદ અને વિલય તે જૈનશાસ્ત્ર પણ માન્ય કરે છે. પ્રલયના સંબંધમાં જે ભેદ જૈનશાસકાર બતાવે છે તે વિચારવા યોગ્ય છે. પર્યાયની અપેક્ષાએ દરેક સમય સર્વ વસ્તુઓના ઉત્પાદ અને વ્યય થયા જ કરે છે પણ એક વખતે સર્વ વસ્તુઓને ચિરકાળ સુધી પ્રલય અન્યત્ર મનાય છે તે બુદ્ધિ ગમ્ય નથી, પ્રમાણજ્ઞાનથી ઉલટ છે અને તેથી વસુસ્વભાવ સમજાવવામાં પાછો પડે છે. આ રીતે વિચાર કરતાં વૃક્ષ પ્રથમ કે બીજ પ્રથમ, સિદ્ધ પ્રથમ કે સંસારી પ્રથમ વિગેરે પ્રશ્નનો અવકાશ રહેતે નથી. અનાદિ સંબધથી એ વસ્તુઓ એ રૂપમાં રહે છે. હે પ્રભુ! તારાં આગમમાં આ ભાવ એવી વિશુદ્ધ દ્રષ્ટિથી અને બુદ્ધિગમ્ય રીતે બતાવવામાં આવ્યું છે કે એ સંબંધી વિચાર કરતાં હૃદયમાં પરમ પ્રમાદ થાય છે. તેની મદદ વગર વિચાર કરનારા શું વિચાર કરી શકે? તેઓ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy