________________
છે
૧૯ર
આનંદઘનજીનાં પદો.
[પદ આ પ્રસંગે નયનું લક્ષણ શું કહે છે તે જરા વિશેષ વિચારીએ. - આતાવ જજીજોવાની અને જાને નવ વસ્તુમાં અનેક ધમાં હોય છે તેમાંના એક ધર્મની મુખ્યતા કરી દેવી, બીજા ધમોને અ૫લાપ પણ ન કર અને ગ્રહણ પણ ન કરવા તેને નય કહે છે. નયજ્ઞાનથી હમેશાં એક બાબત ઉપર ધ્યાન ચાલ્યું જાય છે, પછી તેને આગળ પાછળનો વિચાર રહેતું નથી એમ ન સમજવું, પણ પિતે જે મુદ્દો લીધું હોય તેને તે એ સજજ8 પકડી રાખે છે કે અન્ય સર્વ બાબતેને તદ્દન ગૌણ કરી નાખે છે. નયમાં તેટલા માટે અંશગ્રાહ જ્ઞાન હોય છે. આપણે પાંચમા પદના અર્થમાં જોયું છે કે નયવાદમાં હમેશાં એક અંગ ઉપર વિશેષ લક્ષ્ય રહે છે. રાજયમાં નાઇ તથા સ્થપાવ્યવહાર જ પ્રમાણ આવા સર્વ અાના જ્ઞાનને ગ્રહણ કરી સર્વ દિશાથી અમુક વસ્તુ તરફ જોઈ શકે તેને પ્રમાણુ જ્ઞાન કહે છે. પ્રમાણુશાન સર્વ નયના સવરૂપને ગ્રહણ કરનાર હોવાથી અને તેમાં સર્વ ધર્મોનું જ્ઞાતાપણું હોવાથી તે બહુ ઉપયોગી શુદ્ધ જ્ઞાન છે અને જ્યારે નય પક્ષ છેડી પ્રમાણપક્ષપર આવી જવાય છે ત્યારે લડાઈ માત્ર બંધ પડે છે. રૂપી વિગેરે નિશાનીઓનું સ્વરૂપ હવે આપણે વિપુલ દ્રષ્ટિથી વિચારીએ.
સસારી દશામાં ચેતન કર્મથી આવૃત્ત છે. એ કર્મવર્ગણું અતિ સૂક્ષમ પણ રૂપી છે અને તેનાથી આ જીવ આવૃત્ત હોવાને લીધે તપેક્ષયા તેને રૂપી કહી શકાય. એ વ્યવહારનયનું વચન સમજવું.
સગ્રહનયવાળા આત્માની સત્તા સંગ્રહ છે. તે કહે છે કે આત્મા પિતે ઉપજતું નથી, મરતું નથી, તે તે જે છે તે જ છે. વળી તેના આઠ રૂચક પ્રદેશ તે સિદ્ધની પેઠે નિરંતર ઉજજવળ જ રહે છે-કર્મથી લેપાતા નથી તે અપેક્ષાએ આત્માને અરૂપી કહી શકાય.
વળી વ્યવહારનય અને વિશેષગ્રાહી નૈગમનયની અપેક્ષાએ આત્માને રૂપારૂપી કહી શકાય. જેટલો ભાગ તેને કર્મવૃત્ત છે તે કાર્મણ વર્ગણાની અપેક્ષાએ રૂપી કહી શકાય અને તે જ વખતે તેના રૂચક પ્રદેશ કર્મવગણાથી અલિપ્ત હોવાથી તેને અરૂપી કહી શકાય અને તે રૂપી
* નયના સ્વરૂપ માટે પાચમા પદની ત્રીજી ગાથાપરનું વિવેચન વિચારે વિસ્તારથી સ્વરૂ૫ તત્વજ્ઞાનના જૈન ગ્રંથમાં અનેક જગાએ છે.