________________
વીમું ]
પતિસન્માનાર્થ સમતાના ાણુગાર.
૧૫
J
હું ચેતનજી! અવિનાશી નાથ! તમે પોતે આજે મારી ખખર લીધી અને મારા, અનાદિ કાળથી તમારી સાથે વિરહ હતા, હું વિરહાનળમાં મળી જતી હતી-તેની આપે પાતે મારા મંદિરે પધારીને ખબર અંતર પૂછી, તેની હૅકીક્ત જાણવા જિજ્ઞાસા જીતાવી અને તેને તમારી પોતાની દાસી બનાવી, તેથી ખરેખર, હવે હું સૌભાગ્યવતી નારી થઈ છું. આપે આપણા વચ્ચે કેાઈ ચાવટી પણ રાખ્યા, નથી, હતી તુલાલની પણ જરૂરીઆત ધારી નથી અને આપ જાતેજ મારે મંદિરે પધારી મને આપના પ્રત્યંગ સેવનારી દાસી કુલવધૂ અનાવી છે.તે મારૂં અહાભાગ્ય છે. અહા! આજે મારા · શિરછત્ર, સુકુટમણિ પ્રાણનાથ મને મળ્યા, મારી પાસે આવ્યા, માશ-મંદિર પૃધાર્યાં, તેથી મારૂં અખંડ સૌભાગ્ય વૃદ્ધિ પામ્યું. હવે હું તમારાં અંગે અંગમાં રગેરગમાં પ્રસરી જઇશ અને “તમે શુદ્ધ ચેતનામય થવાથી મારામય થઈ જશે અને તેથી શુદ્ધ ખની જઈ મમતા માયા,વિગેરે કુલટાને જરૂર ભૂલી જશે. હું સૌભાગ્યવતી તા ત્રણ કાળમાં છું પણ આજે મારૂં સૌભાગ્ય પ્રકટ થયું, પ્રસિદ્ધ થયું, જાહેર થયું. મારા નાથને મળવાના અનેક ઉપાચા હું કરતી હતી તે આજે સફળ થયા અને મારી અભિલાષા, ઈચ્છા અને મનારથો પૂર્ણ થયાં.
.
1
प्रेम प्रतीत राग रुचि रंगत, पहिरे जीनी सारी; महिंदी भक्ति रंगकी राची, भाव अंजन सुखकारी
-બ૦૨ પ્રેમ, પ્રતીત, રાગ અને રૂચિના રંગથી રંગેલી ઝીણી સાડીને પહેરે છે, ભક્તિના રંગની મેંદી ઉગી નીકળી અને ભાવરૂપ અંજન અતિ સુખ આપનાર થયું.”
-
ભાવ-પતિ વિરહિણી સ્ત્રી શરીર પર શણુગાર સજતી નથી, એકાંત અંૠગી ગુજારે છે અને પતિનું સ્મરણ નિરંતર કર્યાં કરે છે
૨ પ્રેમ બહુમાન પ્રતીત વિશ્વાસ આસ્થા રૂચિકારકસમકિતરૂપ દૃઢ શ્રદ્ધા પહિ પહેરે સારી=સાડી. મહિંદીમા ચીની નીકળી ભઝુકી ઉઠી. અંજન=માંજણ.