SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીશમું ચેતનછન વ્યવહાર જાગૃતિ કેવી છે? ૧૧. - “હે નારી! તું બહુ બેવકૂફ છે મળવા મુશ્કેલ એવા તારા, પતિ જાગે છે અને તું સુઈ જાય છે. સ્ત્રી જવાબ આપે છે. પતિ નિપુણ છે અને હું તે તદ્દન અજ્ઞાની છું તેથી શું થાય છે તે હું જાણતી નથી. ભાવ–આચેતન અશુદ્ધ યિામાં વ્યક્રિયામાં જાગતે છે, તે વિભાવદશામાં જાગ્રત રહે છે, સંસારનાં હેતુભૂત દ્રવ્ય, સ્ત્રી, પુત્રાદિકના મેહમાં પડી રહી તેને અંગે જે ખટપટ કરવી પડે છે તેમાં તે જાગતે રહે છે. અલબત, એની પતિવ્રતા સાધ્વી સ્ત્રી આવા પારા ઘરે રૂખડનારા પતિ સાથે રીસાય તેમાં નવાઈનથી. એ કારણથી તે પતિ સન્મુખ જોતી નથી. ચેતનજીને હવે કાંઈક સ્વપજ્ઞાન થવા લાગ્યું છે તેથી શુદ્ધ ચેતનાને જાગ્રત કરવાની ઈચ્છા તેને થઈ છે, પણ તેને મેળવવા ગ્ય પિતાનું વર્તન થયું નથી. આવા પ્રસંગે ચેતન શુદ્ધ ચેતનાને ઉદેશીને કહે છે. હે ચેતના! તું વારંવાર તારા પતિની વાટ જુએ છે, તેના વિરહથી દુખી થાય છે, પણ હું પોતે તારે પતિ તને આજે કહું છું તે તું સાંભળ. તું તદન મૂર્ખ છે, બેવફફ છે, ગાંડી છે. પતિ મેળાપ અતિ દુર્લભ છે એમ તે જાણે છે, જીવની ચેતના શુદ્ધ થવી એ અતિ મુશ્કેલ કાર્ય છે, અનંત ભવભ્રમણ કર્યા પછી અકામ નિર્જરા થાય ત્યારે જીવ નિગદમાંથી નીકળી ધીમે ધીમે ઊંચે આવતે જાય છે અને છેવટે મહા સુશ્કેલી એ મનુષ્યભવ પામે છે ત્યાં પણ ભાગનુસારી ગુણે પ્રાપ્ત કરતાં કેટલીકવાર બહુ કાળ નીકળી જાય છે. એ પ્રમાણે અથડાતાં પછડાતાં કોઈ વખત અપૂર્વ અધ્યવસાયના નિમિત્તથી ગ્રંથિભેદ થાય છે ત્યારે તે વખંત સભ્ય પ્રાપ્ત કરે છે અને વળી તેને વમી દઈ આત્મધન ગુમાવી નાખે છે. આવી દશામાં પણ કેટલીકવાર અર્ધ યુગલ પરાવર્ત જેટલે કાળ ગુમાવી નાખે છે. અને તેના છેવટના ભાગમાં શુદ્ધ ચેતના મહા સુશ્કેલીઓ પ્રાપ્ત કરે છે. આથી સામી બાજુની હકીક્ત બતાવી જીવ ચેતનાને કહે છે કે હે ચેતના! તું અતિ મૂર્ખ છે, આ તારે પતિ જે હું તેની સાથે તારે મેળાપ થ. અતિ સુશ્કેલ છે એ તું જાણે છે. હવે હું તારે પતિ આત્મા–ચેતન તે વિભાવદશામાં જાગું છું, વ્યકિયાદિ કરું છું અને વ્યવહાંરના
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy