________________
અઢારમુ] શુદ્ધ ચેતનાને પ્રગટ કરવાના ઉપાયપર હદયગાન. ૧૬૭ તમારે જે જોઈએ તે તમારી પાસે છે, તમારી સાથે છે, તમારામાં છે, તમારાજ રૂપ છે માટે કેઈની દરકાર તમારે કરવી નહિ. • • !
એ પ્રમાણે સર્વ ઉપર મકનજરથી જશે અને પરની દરકાર મૂકી દેશે એટલે કાર્યસિદ્ધિ તરફ પ્રયાણ થશે. ઉપરાંત તમારે શુદ્ધ ચેતનાને મનાવવા માટે શું કરવું તે પણ હું કહું છું. ઉપર પ્રમાણેની સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી તમે શુદ્ધ ચેતના તરફ જરા નજર કરશે અને તેને જો કરશે તે તે તમને આવીને મળશે–ભેટશે અને વળી તે એવી સારી રીતે મળશે કે સાથે તે અજર અમર સુખ લેતી આવશે એટલે તે તમને મળ્યા પછી તમારે વૃદ્ધાવસ્થા અને મરણનું દુખ હમેશને માટે મટી જશે. સસારમાં ઘડપણનું દુ:ખ મોટું છે અને વળી વારંવાર મરણ પામવા અને જન્મ લેવા એ પણ એવી જ મહ ઉપાધિ છે. એ સર્વ પીડા નિરંતરને માટે મટી જાય તેટલા માટે જેમ તમે રાજાને સુજા કરે છે ત્યારે તે તમારી સામે નજર કરે છે તેમાં શુદ્ધ ચેતનાને મુજરો કરવાથી તમારી ભવની ભાવઠ ભાંગી જશો. કહેવાનો મતલબ એ છે કે નેનજરે સર્વ પ્રાણીઓને જોવાથી અને તેઓની સ્થૂળ લાભ માટે દરકાર ન કરવાથી એક લહેજામાં તમે મોક્ષ પ્રાપ્ત કરી શકશો.
ઉપર ઉપરનાં શુભ જણાતા પણ કેવલ કીર્તિને માટે જ કરાતાં કાર્યો વ્યવહારને અંગે કરી તમે કાળ નિર્ગમન કરી નાખે છે તે હવે છોડી દે અને શુદ્ધ ચેતનાને પ્રગટ કરવા પ્રબળ પુરૂષાર્થ કરે, જેમ કરવાથી તમારે નિરંતરની ઉપાધિને છેડે આવી જાય.
निशि अंधयारी* घन घटा रे, , पाउं न वाटको फंदा
करुणा करो तो निरवहुं प्यारे,
देखें तुम मुखचंद. रिसानी० ४ - “અંધકારમય રાત્રિ છે, વાદળાની છાયા (ફેલાયેલી છે,
* અધયારીને બદલે “અંધારી એ પાઠ છે. - - ૪ નિશિ=રાત અધયારીઅંધકારવાળા ઘન=વાળાની. ઘટા આયા પાહ -=મને ન થાય, ન મળ વાટકારસ્તાનાં. ફવિડ્યો નિરિવહુ આવ દેખકરીનરૂ