________________
આનંધનછનાં પો.
[પદ
૯૬
મમતાની સામત છોડી દો અને મારી સામું જુએ, મારી વાત સાંભળેા, મારે મંદિરે પધારશે અને મારી સાથે રમણ કરે.
·
સમતા સિવાય આ જીવને કોઈ હિત કરનાર નથી એ હકીકત જરા વધારે સ્મુઢ કરીએ. આ જીવ જ્યાંસુધી મમતાસંગમાં આસક્ત રહી વૈદ્ગલિક વસ્તુઓપર પ્રેમ રાખે છે ત્યાંસુધી તે કદ્ધિ ઊંચા આવી શક્તા નથી, કર્મબંધનમા જકડાઈ નિયમ વગર અહીં તહીં રખડ્યા કરે છે, તેના વિચાર સુધરતા નથી, તેની આત્મપરિણતિની નિર્મળતા થતી નથી, તેનામાં શાંતિ, ક્ષમા, ધીરજ, અનુકંપા વિગેરે સદ્ગુણા આવતા નથી, તેનામાં ઔદાર્ય, ગાંભીર્ય, સહિષ્ણુતા, તેજ સ્વિતા પ્રગટ થતા નથી, તેથી તે વિષયકષાયમાં આનંદ માને છે, સસારમાં સુખ માને છે અને ઘર સ્ત્રી પુત્ર દેહમમત્વમાં રાચ્ચા માગ્યે રહે છે, પણ જ્યારે તેની પરિણતિ સુધરે છે ત્યારે તે સંસારનું સ્વરૂપ સમરે છે, વિષયના ટુ વિપાક જોઈ શકે છે, કષાયવૃક્ષનાં કડવા ફળના સ્વાદ જાણી શકે છે, પછી તેને તે ઉપર તિરસ્કાર છૂટ છે, ક્રોધ ઉપજે છે અને પછી સ્વવસ્તુ કઈ છે તે શોધવાની પ્રખળ ઇચ્છા થતાં તેને સ્વપરનું જ્ઞાન થવા માંડે છે, સંસારનું અનિત્ય સ્વરૂપ સમજે છે, જીવને શરણ આપનાર અન્ય કોઈ નથી, પેાતે એકલા છે અને પોતે જ પેાતાનુ સુધારી શકે તેવી સ્થિતિ કે શક્તિવાળા છે એ તેના જાણવામાં આવી જાય છે, ત્યાર પછી તે સર્વે જીવાને બંધુ તુલ્ય જુએ છે, તેમાં રહેલી અનંત શક્તિના ખ્યાલ કરી શકે છે એમ કરતાં કરતાં તેને જીણુ ઉપર અતુલ્ય પ્રીતિ અને ઢોષ ઉપર ઉપેક્ષા થાય છે. છેવટે એકાંત જીણુ ગ્રહણ કરી સ્વાત્મ સત્તામાં તે લીન થઈ જાય છે, પરભાવના ત્યાગ કરે છે, અધ્યવસાયની વિશુદ્ધિ કરે છે અને જ્ઞાનાનહમાં મગ્ન થઈ, અધિકાર ચેાગ્ય ક્રિયા અનુષ્ઠાના કરી છેવટે કર્મબંધનના ત્યાગ કરતા જાય છે, આત્મજાગૃતિમાં રસ લેતા જાય છે અને ભવપર નિર્વેદ લાવે છે. આવી સ્થિતિને સમતા કહેવામાં આવે છે અને તે આત્માને અત્યંત હિત કરનારી છે, ઉત્ક્રાન્તિમાં મદદ આપનારી છે અને છેવટે નિર્વાણુ પ્રાપ્ત કરાવનારી છે. આ સમતા એ જ શુદ્ધ ચેતના છે, અથવા અન્ય દ્રષ્ટિથી જોઈએ તે સમતા એ શુદ્ધ ચેતનાદર્શક એક મહાવિશુદ્ધ આત્મપરિણતિ છે,