SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ આનદધનજીનાં પદે. [પદ ममता दासी अहितकरी हरविधि, विविध भांती संतासी आनंदघन प्रभु विनती मानो, और न हितु समतासी. नाथ० ॥३॥ મમતા દાસી દરેક પ્રકારે અહિત કરનારી છે, તેથી તે તને અનેક પ્રકારે સંતાપ આપશે, હે શુદ્ધ આનંદસ્વરૂપ નાથ! મારી વિનતિ શ્રવણ કરે, સમતા જેવું-(સમતા સિવાય) બીજું કઈ હિત કરનાર નથી.” ભાવ-મારા નાથ! એક બીજી વાત કહું તે પણ સાંભળે. એ મમતા કે જેના સગમાં આપ પડી ગયા છે તે કઈ શેઠાણી કે રાજપુત્રી નથી, એ તે દાસી છે, મેહ રજાના ઘરની પરિચારિકા છે, માંડી છે અને આપ જેવા ઉત્તમ પુરૂષ દાસી સાથે સંબંધ કરે તે કઈ રીતે ઉચિત ગણુય નહિ. વળી તે આપને અનેક પ્રકારે નુકશાન કરનારી છે, આપને નરક નિગદમાં નાખનારી છે, સંસારમાં રઝળવનારી છે અને મહાચકભ્રમણ કરાવનારી છે માટે આપ એને શાસ્ત્રવિહિત રીતિએ ત્યાગ કરે. શાસવિહિત રીતિ એ છે કે સંસાનું સ્વરૂપ બરાબર ઓળખી, સ્વપરને ખ્યાલ કરી, પરભાવ તરફ વિરાગ લાવી સંસારથી ઉદ્વિગ્ન મન કરવું માત્ર એ રીતિએ જ આપ બરાબર મમતાને ત્યાગ કરી શકશે. બાકી જે બીજી કોઈ પણ રીતે આપ તેના ઉપર સામ્રાજ્ય ચલાવવા પ્રયત્ન કરશે અને તેને માત્ર તિરસકારથી સમજણ વગર ત્યાગ કરવા દોડશો તે તે બેવડા–દશગણુ જોરથી તમારી સામે થશે, તમને વધારે જારથી સંસારમાં ફસાવશે અને તમારા નામે ખેટા ખત બનાવવા મંડી પશે. માટે એને આપ રીતસર ત્યાગ કરે, તેનાથી આપ જાણ થાઓ, તેની સાથે સંબંધ કાપી નાખે, નહિ તે આપ જરૂર માનશે કે એ ૩ અહિતકરીઅહિત કરનારી હરર કર વિધિવિધિપૂર્વક હરવિધિમાઈ પણ પ્રકારે ભાતી=પ્રકાર સતાસીક્સતાપ આપશે. પ્રભુ ભગવાન, નાથ મને શ્રવણું કરે ઔબીજુ હિતકહિત કરનાર સમતાસીસમતા સ્ત્રી
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy