SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમુ.] આવ્યાજછરની ઉલટી ગતિ. હિં જવરૂપ મોરલા! આ જગતમાં આશારૂપ બધન-નાડાની રીત તદ્દન વિપરીત છે તેના વડે કોઈને ઝકળ્યો-ખાં હોય ત્યારે તે દુનિયામાં દોડાદોડ કરે છે અને તેનાથી છૂટે કર્યો હોય ત્યારે તે એક સ્થાનકે રહે છે.” જંજીરહાથીને પગે બાંધવાનું નાડુ-દેરડ, તે સુતરનું લેય છે અને બહુ જાડું તથા મજબૂત હોય છે. આ નાડા વડે હાથીને પાછલે પગ બધાય છે. બીજો અર્થ છર એટલે બેડી–સાંકળ પણ થાય છે, પણ અત્ર બંધન અર્થ વધારે સમીચીન લાગે છે. ભાવ-આ વરૂપ મયૂરને ઉદ્દેશીને જે કહે છે તે નાની વાત પણ બહુ સમજવા જેવી છે. સામાન્ય નિયમ છે કે જ્યારે હાથીને દેરડાથી બાંધે ય છે ત્યારે તે એક રથાનકે કેદખાનાની જેમ હાથીસ્થાનમાં પડ્યો રહે છે, પણ જ્યારે તેને છટે કરવામાં આવ્યું હોય એટલે દેરડું છેડી નાખ્યું હોય ત્યારે તે આખા જગમાં મરજી આવે ત્યાં દેડતે ફરે છે, પણ જીવની વાત તેથી ઉલટી જ છે, તેને જ્યારે આશારૂપ દોરડાથી બોમ્બે હેય છે ત્યારે તે આખી દુનિયામાં ફર્યા કરે છે, પણ જ્યારે તેને છુટા કરવામાં આવ્યું હોય છે ત્યારે તે એક જ સ્થાનકે રહે છે. કહેવાની મતલબ એ છે કે આશાના પાસથી બંધાયેલ પ્રાણી અનેક મતલબ માટે કર્મબંધન કરી સંસા માં રખડે છે અને તેનાથી મુક્ત થાય છે કે તરત મેક્ષમાં જઈ એક સ્થાનકે નિરંતરને માટે રહે છે. જંજીરના બાંધનમાં અને આશાપાસના બંધનમા આટલે બધે વિરોધ છે. આશા એ એવી વસ્તુ છે કે એને પૂરતે ખ્યાલ આવી મુશ્કેલ છે. એ આ જીવને આખા સંસારમાં રઝળાવે છે. આ સંસારમાં ખરેખર ટટળાવી રાખનાર આશા છે, ગરીબ હોય છે તે ધનવાન થવાની આશા રાખે છે, માટે સાજા થવાની આશા રાખે છે, વધ્યા પુત્ર થવાની આશા રાખે છે, નેકર પગાર વધવાની આશા રાખે છે, વિરહી સ્ત્રી પતિને મળવાની આશા રાખે છે અને એમને એમ ટીંગાઈ રહી આજકાલ કથી કરે છે, પણ એ વસ્તુને વગર પ્રયાસે મેળવી આપનાર શુદ્ધ આચરણ કરવાની અને લાભાંતરાય તેડવાની ઈચ્છા થતી નથી. માત્ર ધન મેળવવાની આશામાં પ્રાણુ કેટલા બધા પ્રયાસો કરે છે
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy