SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ [ પદ આનદધનજીનાં પદો. કુંભક અને પૂરક એમ ત્રણ ભેટ છે. બહાર, નાસિકા અને સુખવડે ઉદરમાંથી પવનને અતિ પ્રયત્નવડે બહાર કાઢવે તેને પ્રથમ રેચક પ્રાણાયામ કહે છે, બહારના વાયુને આકર્ષીને અપાનદ્વાર સુધી દિરમાં ભરે તેને પૂરક પ્રાણાયામ કહે છે અને વાયુને નાભી કમળમાં સ્થિર કરી રાખે તેને કુંભક પ્રાણાયામ કહે છે. એ પવનની ગતિ, રિથતિ વિગેરે અનેક હકીકત રોગગ્રંથામાંથી માલુમ પડે છે જે સમધમાં ઉપર વિવેચન થઈ ગયું છે. એના ઉપયોગથી શું ફળ થાય છે તે પણ અગાઉ આ જ પદના અર્થમાં જોઈ ગયા છીએ. રેચકથી શરીરની બહારના પ્રદેશમાં વાયુના રોધ થાય છે, પૂરકથી અંદરના પ્રદેશમાં અને કુંભકથી બંને પ્રદેશમાં રાધ થાય છે. રોચક પ્રાણાયામ બહુધા નાસિકાના અગ્રથી બાર આંગળ જેટલે કરવામાં આવે છે અને તેટલે દૂર રૂ જે પદાર્થ મૂક્યો હોય તે તે ઉડી જવાથી રચ કના બાહા પ્રદેશનું પ્રમાણ તેટલા આગળનું આવ્યું સમજવું. રેચક પ્રાણાયામની ભૂમિકા બાહ્ય દેશથી આ પ્રમાણે નિશ્ચય કરાય છે. પૂરકનુ પ્રમાણ આભ્યતર દેશથી નિશ્ચય કરાય છે. કઠ, ઉદર વિગેરે જે ભાગમાં વાયુ પૂરવામાં આવ્યે હોય તે ભાગમાં પિપીલિકા (ડીડી)ના સ્પર્શ જેવું ભાન થાય છે તે સ્પર્શ કંઠ વિગેરે જે પ્રદેશમાં લાગે ત્યાંસુધી પૂરક પ્રાણાયામ થયે સમજ. કુંભકનો નિર્ણય બાહ્ય અને આવ્યંતર મને પ્રદેશથી થાય છે, કારણકે તેમાં આંતર અને બાહ્ય અને વાયુને રોધ થાય છે. પ્રાણાયામને આવી રીતે દેશથી નિર્ણય થાય છે. કાળથી થતે નિર્ણય તે સ્પષ્ટ છે, જેટલા ક્ષણ રેચક પૂરકાદિ થાય તેટલે તેને કાળ સમજે. સખ્યાથી નિર્ણય કરવાના ઘણા પ્રકાર છે પણ સામાન્ય રીતે એક માત્રાથી પૂરક, ચાર માત્રાથી કુંભક અને બે માત્રાથી રેચક પ્રાણાયામ કરવામાં આવે તે એકમાત્રિક પ્રાણાયામ કહેવાય છે. સાધારણ નિયમ પ્રમાણે પૂરકથી ચાર ગણે વખત કુલકમાં અને બમણ વખત રેચકમા લગાડ જેઈએ અને માત્રા જેમ વધારવામાં આવે તેમ દ્વિમાત્રિક વિગેરે સંખ્યા વધતી * લગભગ એક સેકન્ડ જેટલા કાળને માત્રા કહેવામાં આવે છે સાધારણ વેગથી ઘુંટણની આસપાસ હાથને પ્રદક્ષિણ કરાવીને એક ચપટી વગાડીએ એટલામા એટલે કાળ થાય તેટલો કાળ એક માત્રાને છે
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy