SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ આનદધનજીનાં પદો. અથવા શાસ્ત્રકાર મન વચન કાયાના ચોપર અંકુશ રાખવા મુદ્રાઓ બતાવે છે અને અમુક ક્રિયાઓ અમુક સુદ્ધાએ–શરીરસંસ્થાનની અમુક આકૃતિએ રહી કરવી એવી વિધિ બતાવે છે તે તે ક્રિયા ચાગ્ય મુદ્રા ધારણ કરનાર સંન્યાસી થાય છે. જૈન શાસ્ત્રકાર મુખ્ય મુદ્રા ત્રણ પ્રકારની બતાવે છે. વ્યોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાસુક્તિમુદ્રા. બે હાથની દશે આંગળીઓ એક બીજામાં અંતરિત કરીને કમળના ડેડવાના આકારે અદર અંદર જોડી દેવી અને બન્ને હાથની કેeણીને પેટ ઉપર સ્થાપન કરવી તેનું નામ રોગમુદ્રા કહેવામાં આવે છે. પગના બન્ને અશુઠાઓની વચ્ચે ચાર અંગુળને આંતર રાખવે અને પાછળની બે પાનીની વચ્ચે ચાર આંગળાથી કઈક ઓછા આંતર રાખવે એ રીતે પગ રાખી ઉભા રહી કાસગદિ ક્રિયા કરવામાં આવે તેને જિનમુદ્રા કહેવામાં આવે છે. અને હાથને એક બીજા સામે જરા ગર્ભિતપણે રાખી તેમને કપાળ ઉપર મધ્ય ભાગમાં સ્થાપન કરવા (કપાળને લગાડવા અથવા અન્ય આચાર્યોના મત પ્રમાણે ક્યાળથી જરા દૂર રાખવા તેને ત્રીજી સુક્તાસુક્તિમુદ્રા કહે છે. આ ત્રણ મુદ્રાઓ દેવવંદનના જૂદા જૂદા પ્રસંગોએ રાખવાની છે અને તેને સુખ્ય હેતુ ચગની રિતિમા ઉપકાર કરવાનો છે અને તેટલા માટે જનાચાયો તેને કર્મક્ષપશમ કરનાર તરીકે જણાવે છે. અમુક પ્રકારે શરીરના અવયવોને રાખવાથી શારીરિક સ્થિરતા પ્રાપ્ત થાય છે એ આપણુ દરરાજના અનુભવને વિષય છે. આ ઉપરાંત હાથની આગલીઓની બીજી અનેક પ્રકારની મુદ્રાઓ થાય છે જે સપ્રદાયથી અથવા વિશેષ ગ્રંથાથી જાણી શકાય. શરીરની સ્થિરતા થવાથી બાકીના પર અંકુશ પ્રાપ્ત થાય છે એ સમજાય તેવી હકીકત છે. રુદ્રાના સ્પષ્ટ જ્ઞાન માટે પણ સદગુરૂ સાગની ખાસ આવશ્યકતા છે. આ પ્રમાણે શરીરાગપર મુખ્યત્વે ય મેળવવા માટે અને સર્વ રોગોપર સામાન્ય રીતે અંકુશ મેળવવા માટે સુદ્ધા કરવામાં આવે છે. તદુપરાંત શરીરના અવયને અમુક રીતે ગોઠવવારૂપ આસન ગ્રહણ કરવામાં આવે છે. આસને અનેક પ્રકારનાં છે. ચા જ દેવવહન ભાષ્ય ગાથા ૧૪ * સદર ગાથા ૧૫૧૭ માં ત્રણે મુદ્રાનું સ્વરૂપ આપવામાં આવ્યુ છે - --
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy