SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ આનંદઘનજીના પ. - [પદ બતાવ્યું. હવે તેનાં કેટલાંક અંગોમાં પ્રગતિ કરતાં જરા વિગતમાં ઉતરીતે જોઈએ તે બહુ આનંદદાયક ત પ્રાપ્ત થાય છે અને ચાગમાર્ગ તરફ જરૂર આકર્ષણ થાય તેમ છે તેથી તે પ્રગતિના વિષયની જરા ઝીણી વિગતમાં ઉતરી એનાં મુખ્ય તો વિચારીએ. પ્રથમ ચગાંગ જે યમ તેના વિવેચનમાં ઉપર જોઈ ગયા છીએ કે એ પાંચ પ્રકારના છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તેમાં પણ પ્રથમ અહિંસા નામને થમ મુખ્ય છે અને બાકીના ચાર તેના રક્ષણ માટે છે અથવા તે અહિંસાના અવિરાધપણે અન્ય ચારનું અનુષ્ઠાન કરવાનું છે. આ જૈનના અભિપ્રાયને અનુરૂપ ચગ દર્શનકારેને અભિપ્રાય છે દ્વિતીય પાદના ત્રીશમા સૂત્રની ટીકામાં પાતજળ ચગદર્શનમાં આ હકીકત સ્પષ્ટ કરતાં કહ્યું છે કે “જેમ હાથીનાં પગલાંમાં સર્વ પાદથી ચાલનાર પ્રાણનાં પગલાં અંતભવને પામે છે તે જ પ્રમાણે સત્ય, અસ્તેય, દાન, યજ્ઞાદિ સર્વે પણ અહિંસામા જ અતભવને પામે છે? જૈન દર્શનકારે એ હકીકત અનેક પ્રકારે કહે છે. આ મૂળ વ્રત કહેવાય છે. એ જ અહિંસાના પાલન માટે અનેક ઉત્તરગુણે ચગ દર્શનકારે બતાવ્યા છે. પિડવિશુદ્ધિ, ગોચરીના બેંતાલીશ દેષનો ત્યાગ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ વિગેરે ઉત્તરણુણે છે. એવા અનેક ગુણોના નામ લખવાં પણ અત્ર સ્થળસકેચથી બની શકે તેમ નથી પણ પાંચ સમિતિ અને ત્રણ ગુણિપર જરા વિવેચન કરી ઉત્તરગુણમાં કેવી વિશિષ્ટતા છે તેની વાનકી જઈએ. ગીમુનિ ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરવા માટે ચાલે તે સાડા ત્રણ હાથ નીચે જમીનપર દષ્ટિ રાખી પ્રમાદ રહિત થઈને ચાલે, દિવસે સૂર્યની રોશનીમાં જ ચાલે અને બહુ માણસે જે રસ્તા પર જતાં આવતા હોય તેવા માર્ગે જ ચાલે-આને પ્રથમ ઈયી સમિતિ કહેવાય છે. માયાવી, કામી, માસલક્ષી કે નાસ્તિક માણસ વાપરે તેવી અથવા સહ ઉત્પન્ન કરનારી અથવા પાપસંચુત ભાષા ચેગી ન બોલે, હિત કરનાર, માપયુક્ત, પ્રિય અને સાધને માન્ય ભાષા અન્યની લાગણી ન દુખાય તેવી રીતે બેલે તે બીજી ભાષા સમિતિ. ગાચરીના બેતાળીશ દષને ત્યાગ કરી લાલસા રહિતપણે આહાર લે તે ત્રીજી એષણ સમિતિ, આસન, શય્યા, ઉપધિ, વસ્ત્ર, ઉપકરણ વિગેરે
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy