________________
શ્રીમદ્ આનંદઘનજી અને તેને સમય.
એતિહાસિક વિષયમાં આપણું સ્થિતિ, ઐતિહાસિક વિષયમાં સમસ્ત ભારતવર્ષની સ્થિતિ અનેક કારણેને લઈને બહુ વિચારણય છે એમ અનેક પ્રસંગે જણાવવામાં આવ્યું છે. મહાન આચાર્યો, ગ્રંથકર્તાઓ અને બીજા સ્મરણીય પુરૂ નામકીર્તનની અપેક્ષા કરતા આન્નતિ તરફ વિશેષ લક્ષ આપતા હવાથી, નામની ચિરસ્મરણીયતા રહેવી અશક્ય છે એ રહસ્ય તેઓને સમજાઈ ગયેલ હોવાથી, તેમ જ ધર્મ કે દેશના સમણિ ઉદભવ ઉપર તેમનું વિશેષ લક્ષય હોવાથી અને તેમાં વ્યક્તિનિમજજન થઈ જવાને આશય હોવાથી અથવા એવાં એવાં એક કે અનેક કારણને લઈને આર્યાવર્તમાં મહાત્મા પુરૂના ઈતિહાસને લગભગ અભાવ છે એમ કહેવામાં આવે તે તે બહુધા ખેટું નથી. અન્ય પ્રસંગે કહેવામાં આવ્યું છે તેમ આર્યાવર્તને માટે આ હકીક્ત સત્ય છે પરંતુ જૈન કેમના ઈતિહાસને માટે સ્થિતિ સરખામણમાં કાંઈક સંતોષકારક છે. આ પ્રમાણે હકીક્ત છે છતાં તેમાં પણ આ વિષયમાં જૈન ગ્રંથમાંથી જે હકીક્ત મળી આવે છે તે વસ્તુતઃ ઘણું અપૂર્ણ હોય છે અને ખાસ કરીને જેને વિજ્ઞાનની દ્રષ્ટિથી ઇતિહાસ તપાસ હાય અને માત્ર શાલવારી લખી જવાને અથવા બનાવોના નામનિર્દેશ કરી જવાને જ આશય ન હોય તેમને નિર્ણય કરવા માટે જોઈએ તેવાં સાધને પૂરા પાડે તેવી હોતી નથી. અત્યાર સુધી કેટલાક રાજાઓની તથા મુખ્ય પાટે થયેલા આચાય સંબંધી કેટલીક માહિતી આપનારી ઐતિહાસિક હકીકત મળી આવે છે અને આ સ્થિતિ પણ સંવત્ એક હજાર પછીને મટે છે એમ કહીએ તે ચાલી શકે. તે પહેલાને ઈતિહાસ વિશેષ અંધકારમાં છે. ઐતિહાસિક વિષય પર પ્રકાશ નાખે તેવી દષ્ટિથી હજુ વાંચન કરનારા અને શોધખેળ કરનારા પતીલા જૈને ઓછા છે. પુસ્તકનાં મંગળાચરણ તથા અતિમ પ્રશસ્તિ ઉપરથી, તામ્રપત્ર ઉપરથી, સિકકાઓ ઉપરથી, પુરાણુ લેખે ઉપરથી તેમજ તત્સમયના બીજા લેખે ઉપરથી ઐતિહાસિક બાબતમાં શોધખોળ કરવા માટે