SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ આનદધનજીના પદે, [પદ આવે છે. વ્યક્તિત્વ જ જ્યાં પડી શકતું નથી ત્યાં કમવરણ ખસેડવાની કે એકાકાર થવાની જરૂરીઆત પણ અસ્થાને પ્રયાસ જેવી જણાય છે. જૈન શાસકાર નયણાનથી જીવ અને પરમાત્માને અભેદ તે સ્વીકારી શકે છે, પણ અવગાહના તરીકે વ્યકિતત્વ તે તેનું ન્યારું રહે છે એ પણ રીતે બતાવી આપે છે. આવી નટનાગરની બાજી છે, એ જરામા એક દેખાય છે વળી અનેક દેખાય છે, છે એમ દેખાય છે, અને નથી એમ દેખાય છે, ઉપજે છે, વિણસે છે, છતા પણ નિરંતર સ્થિર રહે છે, કેઈને તે સર્વવ્યાપી દેખાય છે, કેઈને વ્યકત સ્વરૂપ દેખાય છે, કેઈન તે દેખાતું જ નથી. આ પમાણે તેણે જે મદારીની રમત માંડી છે તે સમજવી બહુ મુશ્કેલ છે. એ કઈ સામાન્ય પ્રાણીઓ-હામજી શામજી સમજી શકે એમ જણાતું નથી. એનું રહસ્ય સમજવા માટે સર્વજ્ઞ મહારાજ જ યોગ્ય છે. આ પદને અર્થ લખતી વખતે દેવચંદ્રજી મહારાજના આગમસાર અને નયસાર તેમ જ શ્રીમદવિજયજીના દ્રવ્ય ગુણ પર્યાયના રાસને આધાર લેવામાં આવ્યું છે. જૈન તર્કનું પરિજ્ઞાન મેળવવા ચગ્ય છે અને જૈનશાસ્ત્રની એ કચી છે એટલું બતાવવાને હેતુ અત્ર એટલે જ છે કે એ જ્ઞાન તેના નય-નિપલંગ–પ્રમાણ સાથે મેળવવા રૂચિ થાય. એ જ્ઞાન જૈન શાસ્ત્રકારોએ બહુ વિદ્વત્તાપૂર્વક અનેક ગ્રંથોમાં ભર્યું છે. આ પદના અર્થમાં ગહન અર્થવાળે ભાગ ઘણા હોવાથી તેને સરલ કરવા માટે અરયાસ કરીને લેખ લખવામાં આવે છે છતાં કઈ જગપર વિરૂદ્ધતા લાગે તે વિદ્ધાને જણાવવા કૃપા કરશે. થયેલી રખલના આભાર સાથે ગ્રહણ કરવામાં અને તદનુસાર સુધારો કરવામાં કોઈ જાતને વાધ નથી. બાકી હકીકત એમ છે કે આ ચેતનજી પોતે અનેક ગુણરત્નથી ભરેલા મહા સમુદ્ર છે અને પોતે સર્વજ્ઞ, સર્વદેશી, પરમાત્મસ્વરૂપ નિરંજન નિરાકારના આદિશક્તિગત અનેક ગુણના ધારણ કરનાર હોવાથી તેના સ્વરૂપને સમજવા બહ સારો પ્રયાસ કરવે જઈએ. એની સ્વરૂપવિચારણામાં જેટલા વખત કાઢવામાં આવશે તે મહા લાભ કરનાર નિવડશે અને તે ભાવ * આ સંબંધી વિશેષ વિવેચન માટે જુઓ ચાલીશમા પટ ઉપરનું વિવેચન
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy