________________
પાંચમુ પદ
- ૨૭ ચારિત્ર તે દશામાં પણ બરાબર ઘટતી રીતે લભ્ય થઈ શકે છે. બદ્ધ આત્માને ક્ષણિક માને છે અને વેદાંત તેને એકાંત નિત્ય માને છે તે બંને વાત અસમીચીન છે તે અત્ર બતાવ્યું.
આવી નટનાગરની બાજી છે તે બ્રાહ્મણ કે કાજી કઈ પણ જાણી શકતા નથી, પારખી શકતા નથી, સમજી શકતા નથી, અર્થાત વેદ પુરાણ કે કુરાનમાં આત્માનું એવું કથંચિત નિત્યનિત્ય સ્વરૂપ , જેવામાં આવતું નથી. એ સ્વરૂપમાં એવી ખૂબિ છે કે આત્મા એક સમયમાં સ્વસ્થાનકે ઉપજે, છતાં તેના ઉત્પાદ અને વ્યય થયા કરે અને તે પણ તે સ્થિર જ કહેવાય છે અને આવી રીતે તેમાં ઉલટપલટ ભાવ થાય છે છતાં પણ તેનું આમત્વ તે સ્થિર છે, તેની ધ્રુવ સત્તા છે એ સંબધી હકીક્ત અમે અન્યત્ર કઈ જગાએ કદિ સાંભળી નથી. આવી રીતે એક જ વસ્તુ ઉપજે, વિષ્ણુ અને મુવ રહે એવું તેનું સ્વરૂપ અન્ય કઈ વિશિષ્ટ સૂત્રકાર કે શાસ્ત્રકારે બતાવ્યું નથી અને દેખીતી રીતે તે ઉલટું સુલટું લાગે તેવું છે, નટની રમત જેવું છે અને તેને સમજનાર સમજાવનાર તે કોઈ મહા વિચક્ષણ હોય તે જ તે નભી શકે તેમ છે.
ઉત્પાદ, વ્યય અને ધવ એ ત્રણ મહા ચમત્કારી શબ્દ છે. તીર્થકર મહારાજા ગણધરને ત્રિપદી આપે છે તેમાં કહે છે કે વા વિવાદ ના ગુણે પાક આ ત્રણ પર ઉપરથી જ ગણધરે આખી દ્વાદશાંગીની રચના કરે છે. પ્રથમ તેઓ સર્વ વસ્તુની ઉત્પત્તિ દેખે છે, પછી તેને નાશ થતે દેખે છે અને તેની સાથે તેનું ધૃવત્વ દેખે છે. એ ત્રણ પદાર્થવભાવમાં આખા જૈનશાસ્ત્રનું રહસ્ય સમાયેલું છે તેથી તેપર જેટલું વિવેચન કરવા ધારીએ તેટલું થઈ શકે તેમ છે અને તેને માટે શાસ્ત્રકારોએ અનેક જગાએ ચમકારી લેખો લખ્યા છે અથવા જૈન તત્વજ્ઞાન સર્વ એ તવમય જ છે એમ કહી અત્ર સ્થળસંકોચના કારણથી વધારે ન લખતાં આગળ ચલાવીએ છીએ એક જીવની ઉત્કાન્તિ, અપકાન્તિ, નિવણ જુદાં જુદાં દર્શને કેવી રીતે માને છે, તેમાં વિરોધ કયાં આવે છે અને જૈન દર્શન તેને અંગે શું કહે છે તેપર લખાણું વિવેચન કરવાનું આ સ્થળ નથી, યથાવકાશ ઉપોદઘાતમાં તેપર વિવેચન પ્રાપ્ત થશે, પણ એમાંથી એક ચમત્કાર