SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનજીનાં પ. કરવા ચશ્ય, સ્થાવવા ચાગ્ય, અનુભવવા ચાગ્ય છે એમ નિશ્ચય થાય છે, અન્ય વિષયમાં આનંદ પડતું બંધ થાય છે, સંસાર વધારનાર મેહ મમત્વપર ત્યાજ્ય બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને વરુણ પ્રગટ કરવાના માગ સરળ દેખાય છે. આ સ્થિતિને અનુભવ કહેવામાં આવે છે. તત્વ પ્રીતિકર રસથી ભરપૂર આ ઘહિ છે તેમાં બીજી કઈ વસ્તુને સમાવેશ થઈ શકતું નથી, કેઈ પ્રકારની આશા નથી, ઈરછા નથી, શક નથી, ભય નથી, ખેદ નથી, જુગુપ્સા નથી, નિંદા નથી; એમાં તે સ્વપરવિવેચનરૂપ અનુભવને રસ જ એકલે ભરેલ છે. ઘડિયાળીની ઘડિમાં જે જળ ભર્યું છે તેમાં તે અનેક પ્રકારને મેલ, કાદવ ભરેલું હોય છે. સૂક્ષમદર્શક યંત્ર ભારત જેવાથી તેમાં અનેક છે તથા રેસાઓ વિગેરે દેખાય છે, પણ આ ઘડિમાં તે આત્માનુભવને જ રસ છે, એમાં અન્ય કોઈ નથી. એને વધારે બારીકીથી તપાસવામાં આવશે તે તેમાંથી ઉલટે વધારે સુંદર રસ મળશે, રસની શુદ્ધતા વધારે સારા આકારમાં દેખાશે, પણ તેમાં કઈ જાતને પરભાવરૂપ કચરો ન હોવાથી તે અન્ય સ્વરૂપે કદિ દેખાશે નહિ. ઘટમાં રહેલી આ ઘહિના રસને જ્યાં સુધી સ્વાદ ન લેવાય ત્યાંસુધી તેનું જ્ઞાન થતું નથી, સત્ય સ્વરૂપ સમજ્યા વગર તેનાપર પ્રેમ થતું નથી, તે પ્રાપ્તવ્ય છે એમ દઢ નિશ્ચય વગર તે તરફ પ્રયાણ પણ થતું નથી. સાંસારિક ઉત્કૃષ્ટ સુખ પણ માત્ર માન્યતામાં જ છે, તેનાથી અનંતગણું સુખ આ સ્થિતિમાં છે, કારણ એ સ્થિતિમાં કોઈ પણ પ્રકારની ઉપાધિ નથી. આ બાપડે સ્વમના રાજ્યને સાચું માને છે, ધન સ્ત્રીને પોતાનાં માને છે, પચીશ પચાસ વર્ષ રહેવાના સુસાકરખાનાને ઘરનું ઘર માને છે, માની લીધેલી કીર્તિને માટે પ્રાણ આપે છે, સારાસારના વિચાર વિના કેવળ અધપરંપરામાં વમળ ખાઈ અટવાયા કરે છે, ગાળ ચક્કર ફર્યા કરે છે અને નીચેથી ઉપર અને ઉપરથી નીચે આંટા માર્યા કરે છે, પરંતુ અચળ કળાને કઈ ભાગ્યવાનું પ્રાણ પ્રાપ્ત કરે છે. એ અચળ કળામાં નિરંતર આનંદ છે, એકત સુખ છે, નિર્વિકારી પ્રેમ છે, જે અનુભવરસનું પાન કરે છે તે જ તેને ભોક્તા બને છે, વાત કરનારા જે વાતેમાં પરિ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy