SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ 184 આનંદઘનજી અને તેને સમય, સચિત કરનાર અને દષ્ટિબિન્દુના રહસ્યને અતિ દૂર રાખનાર છે, એને જેમ બને તેમ ત્યાગ કરવામાં અથવા એની અગત્ય ઓછી કરવામાં જૈન કેમનું શ્રેય છે એમ ઇતિહાસ બતાવે છે, મુનિસુંદરસૂરિ સાક્ષી પૂરે છે અને આનંદઘનજી મહારાજ વારંવાર જણાવે છે. આવા વિશાળ વિચાર બતાવવા માટે આનંદઘનજી મહારાજના આપણે ખરેખરા જણ છીએ. વિશાળ તરવજ્ઞાન અને વિશાળ આંતર રહસ્ય આનંદઘનની ચાવીશી અથવા પદો વાંચતા જે એક બાબત આપણને ખાસ લક્ષ્યમાં લેવા લાયક જણાય છે તે તેઓની શાસ્ત્રરહસ્ય બહુ ઓછા શબ્દમાં સમજાવવાની શક્તિ છે. તેના વિશાળ જ્ઞાન સબંધમાં તે બે મત પડી શકે નહિ, પરંતુ એક લેખક અથવા કવિ તરીકે તેઓમાં ખાસ વિશિષ્ટતા એટલી જોવામાં આવે છે કે તેઓ પિતાના પુત વિશાળ સગર્ભ વિચારને બહુ થોડા શબ્દોમાં બતાવી શકયા છે. લેખકે પૈકી કેટલાક એવી શૈલી આકરનારા હોય છે કે જેઓ ઘણુ લખે ત્યારે થે રહસ્ય સમજાય, ત્યારે કેઈ અપૂર્વ લેખક સૂત્ર જેવાં નાનાં વાકયમાં એવું સુંદર રહસ્ય લાવી શકે છે કે તેમાંથી ઘણા ભાવે નીકળી શકે અને જ્યારે જ્યારે તે વાક્ય વંચાય ત્યારે ત્યારે અભિનવ આનંદ આપ્યા કરે. આવા રહસ્યાત્મક લેખ ભાષામાં લખનાર બહુ ઓછા વિદ્વાને જવામાં આવે છે તેથી એક લેખક તરીકે એમની બહુ ઉચ્ચ પ્રકારની ગણના થાય છે. સ્તવમાં આડા અવળા અહીં તહીં તપાસતાં અનેક વાકયે વાંચતાં તેમને વિશિષ્ટ ભાવ કે ગુદા છે તે પર અનેક વિચારો આવશે. દાખલા તરીકે જુઓ ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એક કપટ રહિત થઈ આતમ અર૫ણાર, આનંદઘન પદ રેલ, (૧૬) સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અપ અખેદ (૨-૧) મત મત દે રે જો જઈ પૂછીએ, સહુ થોપે અહમેવ. (૪-૧) આતમ અર્પણ વરતુ વિચારતા, ભરમ ઢ મતિ દોષ, (૫-૬) પાપ નહિ કેઈ ઉસૂત્ર ભાષણુ જિયે, ધર્મ નહિ કે જગસૂત્ર સરિ (૧૪-ઈ ધરમ ધરમ કરતા જગ સહુ ધિર, ધરમ ન જાણે હા મર્મ. (૧૫-૨)
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy