SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ 192 આનંદઘનજી અને તેને સમય. અને નિયંત્રણને અંગે થયેલા હતા છતાં અરસપરસ એ ભાવ રહેતું હતું કે આવી સંકુચિત દૃષ્ટિના માણસોનાં મુખમાં તરવની વાત શોભતી નથી એમ આનંદઘનજી જેવા શુદ્ધ ખપી જી ધારે અથવા તે ઉદેશ રાખી ઉપદેશ આપે તે તેમાં નવાઈ જેવું નથી. અર્થ વગરના તફાવત અને તેમાં મસ્ત રહી પોતાની ચેગ્યતા બતાવવા જતાં અન્યને અગ્ય બતાવવાની લાલચ એવી અનિવાર્ય છે કે તેને પરિણામે આત્મ અવનતિ થયા વગર રહેતી નથી. પરપરાને શુદ્ધ ઉપગ અનુભવજ્ઞાન લેવામાં, સાંપ્રદાયિક શિક્ષા લેવામાં અને વસ્તસ્વરૂપ પુસ્તક દ્વારા બુદ્ધિપૂર્વક લેવામાં આવતી અગવડ દૂર કરવામા થવાને બદલે શાસ્ત્રવિરૂદ્ધ કેવળ મહત્તવ માટે ટષ્ટિમથતા. પરિમિત કરી દેવામાં થાય તે તે બહ આડે માર્ગ ઉતારનાર થાય છે તે જરા ઈતિહાસ તપાસવાથી અને વર્તમાન સ્થિતિને રગ સમજવાથી જણાઈ આવે તેવું છે. આવા પ્રકારના સંપ્રદાયમેહમાં આસક્ત હોઈ તેવી જ વાત કરનારાને પેટભરા કહ્યા છે તે સબંધમાં જરા પણ શકા જેવું લાગતું હોય તે ઉપાધ્યાયજીનું સાડા ત્રણ ગાથાનું રતવન અને મુનિસુંદરસૂરિ મહારાજના અધ્યાત્મ કપડુમમાંથી યતિશિક્ષા અધિકાર ઊંડા ઉતરીને વિચારવા. તેઓશ્રીએ આ કરતાં પણ વધારે આકરા શબ્દોમાં સ્પષ્ટ વાત બતાવી છે. આટલા ઉપરથી વસ્તુસ્વરૂપ અને તત્કાલીન ઇતિહાસથી અજાણ્યા માણસ આનન્દઘનજીને બરાબર સમજ્યા વગર તેમના સંબંધમાં અભિપ્રાય આપવા નીકળી આવે અને પછી તેમને નિશ્ચયવાદી કહી નિંદાના સ્વરૂપમાં ઉતરી જાય તે તે કેટલું છેટુ કરે છે તે સમજવા યોગ્ય છે. જ્યારે વ્યવહાર અને નિશ્ચયના અરસ્પરસ એગ કેવા પ્રકારના છે, તેને દેખીતે વિરોધ કેવી રીતે ખુલાસાપૂર્વક સમજી શકાય અને ઘટાવી શકાય તે છે અને તે બનું રહસ્ય સમજી બાજમાંથી એકને પણ ત્યાગ કર ઉચિત નથી એમ જ્યારે સમજાશે ત્યારે તે અમુક મહાત્માને મનસ્વીપણે કેવળ નિશ્ચયવાદી કહેવા એ નિદાનુ રૂપક મટી તેથી ઉલટી વ્યવહાર નિશ્ચયની ખરી સ્થિતિ દર્શાવનાર થશે, પરંતુ ત્યાંસુધીમાં એટલું ધ્યાનમાં રહેવાની ખાસ જરૂર છે કે જૈનશાસનને અથવા આખા હિંદુસ્તાનને જે પરતંત્રતાની
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy