________________
117
આનંદઘનનું શિક્ષણ બૂત થઈ હતી અને તેથી દેશમાં આબાદી પણ ઘણુ થઈ હતી. એવા શાંતિના વખતમાં દેશમાં ઉત્તમ પુરૂષાનો જન્મ થાય અને તેઓ પિતાના સંદેશા જગતને શાંત પણ સ્પષ્ટ રીતે કહે તે સ્વાભાવિક હતું. કુટુંબકલહ કરી ઔરગજેબે મુગલાઈને હચમચાવી દીધી, જઝીઆ ઘેરે નાખી હિંદુઓનાં મન દુખાવ્યાં અને વિશ્વાસના હેરા પરથી હિંદુઓને દૂર કર્યા તેથી જે પરિણામ આવ્યું તેની અસર તેની પછીની સદીમાં ઘણું થઈ પરંતુ એના પિતાના સમયમાં જાહોજલાલી સારી હતી. આવા સમયમાં આપણુ મહાન યોગી શ્રી આનંદઘનજી જન્મ્યા હતા, તેમની આજુબાજુનું વાતાવરણ તેમના વિચારને પુષ્ટિ આપે તેવું હતું, લગભગ દરેક વિભાગમાં અવિચળ કીર્તિ સ્થાપન કરી ગયેલા વિદ્વાને અથવા કવિઓ થયા હતા અને એ સમયના લોકો પણ રોગ અથવા વૈરાગ્યના વિષયને ગ્રહણ કરવા કાંઈક અંશે તૈયાર હતા એમ જણાય છે. અકબરના વખતમાં કબીરે જે નવીન માર્ગ ચલાવી હિંદુ મુસલમાનનું ઐય કરવાના વિચારે બતાવ્યા અને તેને અમલમાં મૂકી શકે એવી સારી સંખ્યાની એક ટાળી ઉત્પન્ન કરી અને અકબરે સર્વધર્મસમ્મત લેહીદઈ ઈલાહી માર્ગ ચલાવવા યત્ન કર્યો છે તેની હૈયાતી બાદ ચાલી શકે નહિ તે અન્ને જે સદીના ઐતિહાસિક બનાવે આપણે વિચારીએ છીએ તેની આગલી સદીમાં બન્યા, તેની મજબૂત અસર આ સદીમાં થયા વગર રહી નહિ. તત્સમયના ઈતિહાસનું વધારે બારિકીથી અવલોકન કરતાં એટલું તે જણાય છે કે સામાન્ય લોકોની વૃત્તિ એશઆરામ તરફ વધારે વળેલી હતી અને તેઓ ધાર્મિક બાબતમાં બહુધા બાહ્યાડંબર તરફ વધારે વળેલા હતા. એવા જ કારણથી એ સમયનાં વર્ણનેમાં બાહા ધમાધમ સંબંધી હકીકતે વધારે આવે છે અને આગેવાન શિક્ષાપ્રચારકે તેની સામે પિતાને મજબૂત પિકાર ઉઠાવતા વાંચવામાં આવે છે.
આનંદઘનજીનું શિક્ષણ: આનંદઘનજીના લગભગ દરેક ૫દમાં નૂતન શિક્ષા આપવામાં આવી છે, તે પ્રત્યેકપર આપણે દરેક પદમાં વિચાર કરશું અને આ ઉપાઘાતના છેવટના ભાગમાં તેનાં મુખ્ય તાપર વિચાર ચલાવશું, પરંતુ આપણે અહીં તેમનાં પદમાં જે