SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સમકાલીન જૈનેતર વિદ્વાને. ils પ્રેમાનંદની કવિતા જેના વાંચવામાં આવી છે તેને જે કે તેના જેલા શૃંગાર રસ તરફ પ્રથમ ધ્યાન ખેંચનાર થઈ પડી છે, પરતુ કવિ તરીકે જે કવને તેણે કાઢ્યાં છે તેની અસર ગુજરાતી ભાષામાં બહુ દીર્ધ સમય સુધી જરૂર રહેશે એ વાતમાં સંદેહ લાગતું નથી. દુનિયાની વિચિત્ર ભાવનાને અનુભવ કર્યા પછી જે હજારે છપાઓ સામળ ભટ્ટ બનાવ્યા છે તે પણ અનેક રીતે આકર્ષણ કરે તેવા અને તેનું દુનિયાદારીનું જ્ઞાનભંડાળ બતાવવા માટે પૂરતા છે. તેના છપ્પાઓમાં સામાન્ય ધર્મભાવના ને નીતિભાવના ખાસ અસર કરનારી અને મોટા વિસ્તારમાં આવી રહેલી સ્પષ્ટ જણાઈ આવે છે. વ્યવહારજ્ઞાન તેણે બહુ ઉપયોગી આવ્યું છે. અખા કવિને અનુભવ પણ તે જ અસરકારક છે. તે પ્રેમાનંદથી વિલક્ષણ-દુનિયાની સ્પૃહા વિનાના–ખાસ વૈરાગી હતા. આ ત્રણે કવિઓ સાંસારિક દ્રષ્ટિએ બહુ ઉપગી કામ કરી ગયા છે અને તેમાંના છેલ્લા બે ધર્મભાવનાથી વિમુખ નહતા એમ તેઓના ગ્રંથ વાંચવાથી જણાઈ આવે છે. તુલસીદાસ: ઉત્તર હિંદુસ્તાનમાં આ જ સમયમાં તુલસીદાસ થયા છે. એને સમય અત્યાર સુધીની મારી જાણ પ્રમાણે સંવત. ૧૭૧૩ થી ૧૭૫૯ સુધીનો છે. એમણે અનેક અનુભવનાં કવને ગાઈ બતાવ્યાં છે અને તેને પરિણામે તુલસીદાસની “પાઈઓ ખાસ વખણાય છે. એક પ્રસિદ્ધ ઉક્તિમાં કહેવામાં આવે છે કે “ચન્દ છંદ, પદ સૂરકે, કવિત કેશવદાસ, પાઈ તુલસીદાસકી, દુહા બિહારીદાસ.” આવી રીતે ચદ કવિના છંદ, સૂરદાસનાં પદે, બિહારીદાસના હા સાથે તુલસીદાસની ચોપાઈઓ વખણાય છે. એમાં સર્વશાસ્ત્ર સમેત વૈરાગ્યભાવનાનું સારી રીતે પિષણ થયેલું છે. આ તુલસીદાસ રામના ભક્ત હતા અને તેમની ખાસ વિખ્યાતિ તેમના બનાવેલા રામાયણથી છે. આ મિશ્ર હિંદી ભાષાને ગ્રંથ અત્યારે પણ સર્વત્ર બહુ રસથી વંચાય છે. એ રામની ભક્તિમાં બહુ ઉતરી ગયા હતા એમ તેઓના સંબંધમાં ચાલતી હકીક્તાપરથી જણાય છે. તેઓ આનંદઘનજીના સમયથી જરા દૂર છે એટલે લગભગ પછવાડેના વખતમાં થયા છે પરંતુ આ સમયની તેમના લેખે ઉપર પણ સારી રીતે અસર થઈ છે
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy